ભારતને મળી મોટી સફળતા: DRDOએ હાઈપરસોનિક સ્પીડ લાઇટનું સફળ પરીક્ષણ કર્યું

 • ભારતનું આ વિમાન દૃુશ્મન પર ૧૨૦૦૦ કિ.મી પ્રતિ કલાકની ગતિથી કરશે હુમલો

  સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનએ સોમવારે ઓડિશા તટ નજીક ડૉ. અબ્દૃુલ કલામ દ્વીપથી માનવ રહિત સ્ક્રેમજેટના હાઈપરસોનિક સ્પીડ લાઈટનું સફળ પરીક્ષણ કર્યુ. રક્ષા સૂત્રો અનુસાર હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ પ્રણાલીના વિકાસને આગળ વધારવા માટે આજનું પરીક્ષણ એક મોટુ પગલુ છે.
  એચએસટીડીવી હાઈપરસોનિક ટેકનોલોજી ડિમૉન્સ્ટ્રેટર વ્હીકલ હાઈપરસોનિક સ્પીડ લાઈટ માટે માનવ રહિત સ્ક્રેમજેટ પ્રદર્શન વિમાન છે. જે વિમાન ૬૧૨૬થી ૧૨૨૫૧ કિ.મી પ્રતિકલાકની ઝડપથી ઉડે, તેને હાઈપરસોનિક વિમાન કહેવાય છે. ભારતના એચએસટીડીવીનું પરીક્ષણ ૨૦ સેકન્ડથી પણ ઓછા સમયનું હતુ. ૧૨,૨૫૧ કિલોમીટર પ્રતિકલાક ૩.૪૦ કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિ. આટલી ગતિથી જ્યારે આ દૃુશ્મન પર હુમલો કરશે તો તેને બચવાની તક પણ મળશે નહીં.
  હાઈપરસોનિક ટેકનોલોજી ડિમૉન્સ્ટ્રેટર વ્હીકલના સફળ પરીક્ષણ બાદ જો આને બનાવીને ઉડાડવામાં એકવાર આમાં સફળતા મળી જશે તો ભારત આવી ટેકનોલોજી પ્રાપ્ત કરનાર દૃેશોની પસંદગીના ક્લબમાં સામેલ થઈ જશે. આ વિમાનનો ઉપયોગ મિસાઈલ અને સેટેલાઈટ લોન્ચ કરવા માટે થઈ શકે છે. ઓછા ખર્ચે સેટેલાઇટ લોન્ચ કરવા માટે પણ વાપરી શકાય છે.
  DRDOએ પરીક્ષણની સફળતા પર કહૃાુ કે આ પરીક્ષણ એટલા માટે કરવામાં આવ્યુ કેમ કે અમે ભવિષ્ય માટે ટેકનોલોજીની તપાસ કરી શકીએ. હાઈપરસોનિક સ્પીડ લાઈટને લોન્ચ કર્યા બાદ તેમની ગતિવિધિઓને વિભિન્ન રડાર, ટેલીમેટ્રી સ્ટેશન અને ઈલેક્ટ્રો ઑપ્ટિકલ ટ્રેકિંગ સેન્સર્સથી ટ્રેક કરવામાં આવ્યુ. અત્યારે ડેટા જમા કરીને તેમનું વિશ્ર્લેષણ કરવામાં આવી રહૃાુ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગયા વર્ષે જૂનના મહિનામાં પણ ૐજી્ડ્ઢફનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.
  ચીને ગયા વર્ષે પોતાના પહેલા હાઈપરસોનિક વિમાન શિંગકૉંગ-૨ અથવા સ્ટોરી સ્કાય-૨ નું સફળ પરીક્ષણ કર્યુ છે. ચીનનું આ વિમાન પરમાણુ હથિયાર લઈ જવા અને દૃુનિયાની કોઈ પણ મિસાઈલ વિરોધી રક્ષા પ્રણાલીને ભેદવામાં સક્ષમ છે. જોકે સેનામાં સામેલ થયા પહેલા આના કેટલાક પરીક્ષણ કરવામાં આવશે પરંતુ એક વર્ષ બાદ પણ ચીન તરફથી આ વિમાનને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. અગાઉ અમેરિકા અને રશિયા પણ હાઈપરસોનિક વિમાનનું પરીક્ષણ કરી ચૂક્યા છે.
  અગાઉ એ માનવામાં આવી રહૃાુ હતુ કે હાઈપરસોનિક ટેકનોલોજી ટ્રાન્સપોર્ટર વ્હીકલના વિકાસથી સ્ક્રેમજેટ ટેકનોલોજી બની રહેલા હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસ-૨નું કામ બાધિત થશે. ભારત અને રશિયાએ બંને દૃેશોએ બ્રહમોસને લઈને સમાધાન કર્યુ હતુ પરંતુ એવુ થયુ નહીં. બ્રહ્મોસ મિસાઈલના વિકાસને લઈને આ ટેકનોલોજીના કારણે કોઈ અડચણ આવી નથી.