ભારતનો ઈંગ્લેન્ડ સામે ચેન્નઈ ટેસ્ટમાં ઐતિહાસિક વિજય: સિરીઝ ૧-૧થી બરાબર

ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની બીજી મેચનો આજે ચોથો દિવસ છે, ત્યારે ભારતીય ટીમે ચેન્નઈમાં પહેલી ટેસ્ટ મેચમાં મળેલી હારનો બદલો લીધો છે. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને ૩૧૭ રને હરાવી દીધું છે. આ સાથે ભારતીય ટીમે સિરીઝે ૧-૧ની બરાબરી કરી છે. ભારતીય ટીમના હીરો આર અશ્વિન રહૃાો હતો. તેણે મેચમાં કુલ આઠ વિકેટ લીધી હતી અને આ ટેસ્ટમાં તેણે સદી પણ ફટકારી હતી. અક્ષર પટેલે પણ આ ટેસ્ટમાં આઠ વિકેટ લીધી હતી. અશ્વિને પહેલી ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી. ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ૪૮૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. એના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ ૧૬૪ રનમાં ઓલઆઉટ થઈ હતી.

ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં પહેલી ઇનિંગ્સમાં ૩૨૯ રન કર્યા હતા, જેમાં રોહિત શર્માએ ૧૬૧ રન કર્યા હતા. રોહિતની સાથે રહાણેએ ૬૭ અને પંતે ૫૮ રન કર્યા હતા. જ્યારે પહેલી ઇિંંનગ્સમાં ભારતીય બોલરો રંગ રાખતાં ૧૩૪ રન સુધી સીમિત કર્યા હતા. અશ્વિને પહેલી ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી.

ત્યાર બાદ બીજી ઇનિંગ્સમાં ભારતે ૨૮૬ રન બનાવ્યા હતા, જેમાં અશ્વિનને સેન્ચુરી ફટકારી હતી. બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ ૧૬૪ રનમાં ખખડ્યું હતું. આ ટેસ્ટ મેચમાં અશ્ર્વિન અને અક્ષર પટેલે આઠ-આઠ વિકેટ લીધી હતી, જ્યારે રોહિત શર્માએ પણ શાનદાર સદી ફટકારી હતી. આ ટેસ્ટ મેચમાં ભારત તરફથી અશ્વિન, અક્ષર પટેલ અને રોહિત શર્મા હીરો રહૃાા હતા. અક્ષર પટેલે આ મેચથી ટેસ્ટ સિરીઝમાં ડેબ્યુ કર્યું હતું.

ભારતની ટેસ્ટમાં રનના માર્જિનથી સૌથી મોટી જીત

૩૩૭ જ સાઉથ આફ્રિકા, દિલ્હી ૨૦૧૫/૧૬

૩૨૧ જ ન્યૂઝીલેન્ડ, ઇન્દોર ૨૦૧૬/૧૭

૩૨૦ જ ઓસ્ટ્રેલિયા, મોહાલી ૨૦૦૮/૦૯

૩૧૮ જ વેસ્ટ ઇન્ડિઝ, નોર્થ સાઉન્ડ ૨૦૧૯

૩૧૭ જ ઇંગ્લેન્ડ, ચેન્નઈ ૨૦૨૦/૨૧ *

૩૦૪ જ શ્રીલંકા, ગોલ ૨૦૧૭

ભારત માટે ડેબ્યુ પર એક ઇનિંગ્સમાં ૫ વિકેટ લેનાર સ્પિનર્સ

૫/૬૪ વીવી કુમાર જ પાકિસ્તાન, દિલ્હી ૧૯૬૦/૬૧

૬/૧૦૩ દિલીપ દોશી જ ઓસ્ટ્રેલિયા, ચેન્નઈ ૧૯૭૯/૮૦

૮/૬૧ શ્ર્ ૮/૭૫ નરેન્દ્ર હિરવાની જ વેસ્ટ ઇન્ડિઝ, ચેન્નઈ ૧૯૮૭/૮૮

૫/૭૧ અમિત મિશ્રા જ ઓસ્ટ્રેલિયા, મોહાલી ૨૦૦૮/૦૯

૬/૪૭ રવિચંદ્રન અશ્વિન જ વેસ્ટ ઇન્ડિઝ, દિલ્હી ૨૦૧૧/૧૨

૫/૪૧ અક્ષર પટેલ જ ઇંગ્લેન્ડ, ચેન્નઈ, ૨૦૨૦/૨૧*