દુનિયા ભરમાં કોરોનાની રસી બનાવવામાં આવી રહી છે. ત્યારે ભારતમાં ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના બીજા અને ત્રીજા ચરણનું ક્લીનિકલ ટ્રાયલ શરુ થઈ ગયું છે. આ ટ્રાયલ પુણેની ભારતીય હોસ્પિટલમાં શરુ કરવામાં આવ્યું છે. જ્યાં ૨ લોકોને આનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જેમાંથી એક ૪૮ વર્ષીય વોલેન્ટિર પુણાના એક ખાનગી હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ છે અને બીજો વોલેન્ટિયર ૩૨ વર્ષનો એક ડોક્ટરેટ છે. જે એક ખાનગી કંપનીમાં કામ કરે છે. રસીનો પહેલો ડોઝ ૩૨ વર્ષીય યુવકને બુધવારે બપોરે ૧.૩૫ વાગે આપવામાં આવ્યો. જ્યારે બીજાને ૧૫ મિનિટ પછી એટલે કે ૧.૫૦ વાગે આપવામાં આવ્યો. કોવિશીલ્ડનો ડોઝ લેનાર ૪૮ વર્ષીય ગાયનેકોલોજિસ્ટ સ્વાઈન લૂ સમયે તેની રસીના ક્લિનીકલ ટ્રાયલમાં વોલેન્ટિયર રહી ચૂક્યો છે. રસીના ટ્રાયલ સમયે ઘણી ભીડ જોવા મળી હતી. પુણેની ૪ જગ્યાઓ પર ૨૫૦-૩૦૦ વોલેન્ટિયર આવ્યા હતા. જેમાંથી કેટલાકનું સિલેક્શન કરવામાં આવ્યું છે.
વોલેન્ટિયર ગાયનેકોલોજિસ્ટે કહૃાું કે હું આ ટ્રાયલમાં ભાગ લેવા માટે ઉત્સાહિત નહોતો . કેમ કે મે આ વાયરસથી અનેકને મરતા જોયા છે. પણ વાયરસ સામે લડવાનો આ એક માત્ર વિકલ્પ હતો. ભારતી વિદ્યાપીઠના સ્વાસ્થ્ય વિજ્ઞાન વિભાગના કાર્યકારી ડિરેક્ટર ડો. સંજય લાલવાનીએ કહૃાું કે મંગળવારે ૫ વોલેન્ટિયર્સની તપાસ કરવામાં આવી હતી. જેમાં આરટી-પીસીઆર અને એન્ટીબોર્ડી ટેસ્ટ કરવામાં આવ્યા છે.
૩માં એન્ટિબોડી જોવા મળી છે. એટલે કે તેઓ પહેલા સંક્રમિત રહૃાા છે. ડો. અસ્મિતા જગતાપે કહૃાુંકે આ સંસ્થામાં ગત ૧૫ વર્ષ ૫૦ થી વધારે ક્લિનીકલ ટ્રાયલ થઈ ચૂક્યા છે. આ રસીના ટ્રાયલ ૧૬૦૦ લોકો પર કરવામાં આવશે. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા અને રાષ્ટ્રીય ડ્રગ્સ રેગ્યુલેટરીએ ૩ ઓગસ્ટના રોજ પુણાને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાને ભારતમાં આ રસીને બીજી- ત્રીજા ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. ઝ્રરછર્ઙ્ઘંટ૧ હર્ઝ્રફ-૧૯ રસીનું હૃાુમન ટ્રાયલ બ્રાજીલ, દ. આફ્રિકા અને યુકેમાં પહેલાથી થઈ રહૃાુ છે. ઓક્સફોર્ડ યૂનિના શોધકર્તાઓએ ગત મહિને જાહેરાત કરી હતી કે આ ટ્રાયલમાં રસીથી ઈમ્યુનિટિ રિસ્પોન્શ ડબલ મળી રહૃાો છે અને સુરક્ષિત પણ છે.