ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૮૪ લાખને પાર, ૧.૨૪ લાખ દર્દીઓએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યા

  • દેશમાં ૨૪ કલાકમાં ૪૭,૬૩૮ નવા કેસ નોંધાયા, ૬૭૦ દર્દીનાં મોત
  • કુલ કેસ ૮૪,૧૧,૭૨૪, કુલ મોત ૧,૨૪,૯૮૫, ૭૭,૬૫,૯૬૬ લોકો સ્વસ્થ્ય થયા
  • દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા સતત સાતમાં દિવસે છ લાખથી નીચે

 

ભારતમાં પૂર ઝડપે ફેલાતા કોરોના વાયરસનું સંક્રમણ કાબુમાં આવતું જોવા મળી રહૃાું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બીજા સ્થાન પર છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા નોંધાતા કેસમાં ઘટાડો જોવા મળી રહૃાો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શુક્રવારના રોજ છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવા ૪૭૬૩૮ કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા ૮૪૧૧૭૨૪ સુધી પહોંચી ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા દરમિયાન દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહૃાો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૪૧૫૭ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. દેશમાં રિકવરી રેટ પણ સતત વધી રહૃાો છે જે રાહતની વાત છે. આ સાથે જ આ આંકડો વધીને ૭૭૬૫૯૬૬ સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ૫૨૦૭૭૩ સુધી પહોંચ્યો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૬૭૦ લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્ર્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને ૧૨૪૯૮૫ સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ ૯૨.૩૨ ટકા સુધી પહોંચ્યો છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૪૮૬૪૮૫૬૮ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૧૨૩૨૮૮૪ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૩૨૧૮૯૯૩૨ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૧૫૨૨૫૭૫૨ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.