ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા ૧૬ લાખને પાર

  • એક્ટિવ કેસની સંખ્યા ૫,૪૫,૩૧૮ પર પહોંચી
  • એક દિવસમાં સૌથી વધુ ૫૫ હજાર નવા કેસ નોંધાયા, ૭૭૯ લોકોનાં મોત થયા : દેશમાં ગંભીર બનતી સ્થિતિ

ભારતમાં શુક્રવારે સવારે એક દિવસમાં જ કોરોના વાયરસના સૌથી વધુ દર્દીઓ નોંધાયા છે. ૩૧મી જુલાઈએ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડ-૧૯ના નવા ચેપગ્રસ્તોની સંખ્યા ૫૫ હજાર ૦૭૮ નોંધાઈ છે, જ્યારે ૭૭૯ દર્દીઓના મોત નિપજ્યા છે. તેની સાથે જ ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૬ લાખને પાર પહોંચી ચૂકી છે. દેશમાં હવે વાયરસના કુલ દર્દીઓની સંખ્યા ૧૬ લાખ ૩૮ હજાર ૮૭૦ થઈ ચૂકી છે. તેની સાથે દેશમાં હાલ કુલ એક્ટિવ કેસ ૫ લાખ ૪૫ હજાર ૩૧૮ છે. ભારતમાં ૧૬ લાખના આંકડાને પાર થતાં માત્ર ૧૮૩ દિવસનો સમય લાગ્યો છે. દેશમાં આ બિમારીથી સાજા થનારા લોકોની સંખ્યા ૧૦ લાખ ૫૭ હજાર ૮૦૫ થઈ ચૂકી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૭ હજાર ૨૨૩ લોકો સાજા થયા છે. દેશમાં રિકવરી રેટ હાલ ૬૪.૫૪ ટકા જોવા મળી રહૃાો છે. દેશમાં ખતરનાક વાયરસના ચેપથી જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા ૩૫ હજાર ૭૪૭ થઈ ચૂકી છે. તેની સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૭૭૯ દર્દીઓના મોત થયા છે. દેશમાં પોઝીટીવિટી રેટ હાલ ૮.૫૭ ટકા છે. એટલે કે જેટલા પણ સેમ્પલનું ટેસ્ટીંગ થાય છે, તેમાંથી ૮.૫૭ ટકા કેસ પોઝીટીવ આવી રહૃાા છે. દેશમાં ૩૦મી જુલાઈ સુધીમાં ૧ કરોડ ૮૮ લાખ ૩૨ હજાર ૯૭૦ સેમ્પલનું ટેસ્ટીંગ થઈ ચૂક્યુ છે. માત્ર ૩૦ જુલાઈની જ વાત કરીએ તો એક જ દિવસમાં દેશભરમાં ૬ લાખ ૪૨ હજાર ૫૮૮ સેમ્પલનું ટેસ્ટીંગ કરાયુ હતુ. દેશમાં હવે સંક્રમિતોની સંખ્યા ઝડપભેર વધતી જઈ રહી છે. એથી જ હવે એક લાખ દર્દીઓ વધવાનો સમયગાળો બે દિવસ થઈ ગયો છે. એટલે કે હવે દર બીજા દિવસે એક લાખ નવા કેસ સામે આવી રહૃાા છે. ભારતમાં કોરોના વાયરસના પ્રથમ એક લાખ કેસ સામે આવતા ૧૧૦ દિવસનો સમય લાગ્યો હતો. જયારે હવે એક લાખ કેસ સામે આવતા માત્ર બે દિવસનો સમય લાગી રહૃાો છે. દેશમાં શુક્રવારે નોંધાયેલા ૭૭૯ લોકોના મૃત્યુમાં ૨૬૬ દર્દીઓના મોત મહારાષ્ટ્રમાં થયા છે. ત્યારબાદ તામિલનાડુમાં ૯૭, કર્ણાટકમાં ૮૩, આંધ્રપ્રદેશમાં ૬૮ અને ઉત્તરપ્રદેશમાં ૫૭ લોકોના મોત થયા છે. પશ્ર્ચિમ બંગાળમાં ૪૬, દિલ્હીમાં ૨૯, ગુજરાતમાં ૨૨, જમ્મુ-કાશ્મીરમાં ૧૭, મધ્યપ્રદેશમાં ૧૪ અને રાજસ્થાન તેમજ તેલંગાણામાં ૧૩  ૧૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત ઓડિશામાં ૧૦, પંજાબમાં ૯, ઝારખંડમાં ૫, બિહાર, હરિયાણા, મણિપુર અને ઉત્તરાખંડમાં ૪  ૪, ગોવા અને છત્તીસગઢમાં ૩  ૩, આસામ, આંદામાન-નિકોબાર તેમજ કેરળમાં ૨  ૨, જ્યારે લદ્દાખ અને પોંડેચેરીમાં ૧  ૧ દર્દીનું મોત થયું છે.

ભારતમાં શુક્રવારે સવારે એક દિવસમાં જ કોરોના વાયરસના સૌથી વધુ દર્દીઓ નોંધાયા છે. ૩૧મી જુલાઈએ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડ-૧૯ના નવા ચેપગ્રસ્તોની સંખ્યા ૫૫ હજાર ૦૭૮ નોંધાઈ છે, જ્યારે ૭૭૯ દર્દીઓના મોત નિપજ્યા છે. તેની સાથે જ ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૬ લાખને પાર પહોંચી ચૂકી છે. દેશમાં હવે વાયરસના કુલ દર્દીઓની સંખ્યા ૧૬ લાખ ૩૮ હજાર ૮૭૦ થઈ ચૂકી છે. તેની સાથે દેશમાં હાલ કુલ એક્ટિવ કેસ ૫ લાખ ૪૫ હજાર ૩૧૮ છે. ભારતમાં ૧૬ લાખના આંકડાને પાર થતાં માત્ર ૧૮૩ દિવસનો સમય લાગ્યો છે. દેશમાં આ બિમારીથી સાજા થનારા લોકોની સંખ્યા ૧૦ લાખ ૫૭ હજાર ૮૦૫ થઈ ચૂકી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૭ હજાર ૨૨૩ લોકો સાજા થયા છે. દેશમાં રિકવરી રેટ હાલ ૬૪.૫૪ ટકા જોવા મળી રહૃાો છે. દેશમાં ખતરનાક વાયરસના ચેપથી જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા ૩૫ હજાર ૭૪૭ થઈ ચૂકી છે. તેની સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૭૭૯ દર્દીઓના મોત થયા છે. દેશમાં પોઝીટીવિટી રેટ હાલ ૮.૫૭ ટકા છે. એટલે કે જેટલા પણ સેમ્પલનું ટેસ્ટીંગ થાય છે, તેમાંથી ૮.૫૭ ટકા કેસ પોઝીટીવ આવી રહૃાા છે. દેશમાં ૩૦મી જુલાઈ સુધીમાં ૧ કરોડ ૮૮ લાખ ૩૨ હજાર ૯૭૦ સેમ્પલનું ટેસ્ટીંગ થઈ ચૂક્યુ છે. માત્ર ૩૦ જુલાઈની જ વાત કરીએ તો એક જ દિવસમાં દેશભરમાં ૬ લાખ ૪૨ હજાર ૫૮૮ સેમ્પલનું ટેસ્ટીંગ કરાયુ હતુ. દેશમાં હવે સંક્રમિતોની સંખ્યા ઝડપભેર વધતી જઈ રહી છે. એથી જ હવે એક લાખ દર્દીઓ વધવાનો સમયગાળો બે દિવસ થઈ ગયો છે. એટલે કે હવે દર બીજા દિવસે એક લાખ નવા કેસ સામે આવી રહૃાા છે. ભારતમાં કોરોના વાયરસના પ્રથમ એક લાખ કેસ સામે આવતા ૧૧૦ દિવસનો સમય લાગ્યો હતો. જયારે હવે એક લાખ કેસ સામે આવતા માત્ર બે દિવસનો સમય લાગી રહૃાો છે. દેશમાં શુક્રવારે નોંધાયેલા ૭૭૯ લોકોના મૃત્યુમાં ૨૬૬ દર્દીઓના મોત મહારાષ્ટ્રમાં થયા છે. ત્યારબાદ તામિલનાડુમાં ૯૭, કર્ણાટકમાં ૮૩, આંધ્રપ્રદેશમાં ૬૮ અને ઉત્તરપ્રદેશમાં ૫૭ લોકોના મોત થયા છે. પશ્ર્ચિમ બંગાળમાં ૪૬, દિલ્હીમાં ૨૯, ગુજરાતમાં ૨૨, જમ્મુ-કાશ્મીરમાં ૧૭, મધ્યપ્રદેશમાં ૧૪ અને રાજસ્થાન તેમજ તેલંગાણામાં ૧૩  ૧૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત ઓડિશામાં ૧૦, પંજાબમાં ૯, ઝારખંડમાં ૫, બિહાર, હરિયાણા, મણિપુર અને ઉત્તરાખંડમાં ૪, ગોવા અને છત્તીસગઢમાં ૩  ૩, આસામ, આંદામાન-નિકોબાર તેમજ કેરળમાં ૨, જ્યારે લદ્દાખ અને પોંડેચેરીમાં ૧ દર્દીનું મોત થયું છે.