ભારતમાં કોરોનાના ફરી ૫૦,૦૦૦થી વધુ પોઝિટિવ કેસ: ૭૦૪ લોકોના મોત

  • ૭૭,૧૧,૮૦૯ લોકો સ્વસ્થ્ય થયા, કુલ મોત ૧,૨૪,૩૧૫, એક્ટિવ કેસ ૫,૨૭,૯૬૨

 

ભારતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૫૦૨૧૦ નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે જ દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૮૩,૬૪,૦૮૬ થઇ ગઇ છે. તેની સાથે જ છેલ્લાં ૨૪ કાલકમાં ૫૫૩૩૧ દર્દી સાજા થઇ ગયા છે. એટલે કે સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા સંક્રમિતોથી વધુ છે. દેશભરમાં અત્યાર સુધી ૭૭ લાખ ૧૧ હજાર ૮૦૯ દર્દી સાજા થઇ ચૂકયા છે. દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૭૦૪ દર્દીઓના મોત પણ થયા છે. અત્યાર સુધી દેશભરમાં કોરોનાથી કુલ ૧ લાખ ૨૪ હજાર ૩૧૫ લોકોના મોત થયા છે.

દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને ૯૨.૨ ટકા થઇ ચૂકયો છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા માત્ર ૬.૩૧ ટકા રહી છે. દેશમાં કોરોનાથી ડેથ રેટ ઘટીને હવે ૧.૪૮ ટકા રહૃાો છે. જો કે હજુ પણ પોઝિટિવિટી રેટ ૪.૧૫ ટકા છે. દેશમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૫ લાખ ૭ હજાર ૯૬૨ છે. છેલ્લાં ૨૪ કલાકમાં કુલ ૧૨ લાખ ૦૯ હજાર ૪૨૫ સેમ્પલ ટેસ્ટ કર્યા છે. અત્યાર સુધી દેશભરમાં કુલ ૧૧ કરોડ ૪૨ લાખ ૮ હજાર ૩૮૪ સેમ્પલની તપાસ થઇ ચૂકી છે.

દેશમાં ફરીથી સંક્રમણની રફતાર તેજ થઇ છે. આની પહેલાં ૨૫ ઑક્ટોબરના રોજ કોરોના દર્દીઓની સંખ્યા ૫૦ હજારથી ઉપર હતી. ત્યારે ૫૦૧૨૯ કેસ નોંધાયા હતા. આજે આ સંખ્યા તેનાથી વધુ થઇ ગઇ. જ્યારે વચ્ચે નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો આવ્યો હતો. છેલ્લાં ૨૪ કલાકમાં કેરળમાં સૌથી વધુ નવા દર્દી સામે આવ્યા છે. ત્યાં ૮૫૧૬ નવા કેસોની ઓળખ થઇ ગઇ છે. બીજા નંબર પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી છે, જ્યાં ૬૮૪૨ નવા કેસ સામે આવ્યા છે. આ જ રીતે મહારાષ્ટ્રમાં ૫૫૦૫, પશ્ર્ચિમ બંગાળમાં ૮૫૧૬ નવા દર્દીઓની ઓળખ થઇ છે. બીજા નંબર પર દિલ્હી છે જ્યાં ૬૮૨૪ નવા કેસ સામે આવ્યા છે. આ જ રીતે મહારાષ્ટ્રમાં ૫૫૦૫, પશ્ર્ચિમ બંગાળમાં ૩૯૮૭ અને કર્ણાટકમાં ૩૩૭૭ નવા કેસ સામે આવ્યા છે.

છેલ્લાં ૨૪ કલાકમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયા છે. ત્યાં ૩૦૦ દર્દીઓના મોત થયા છે. પશ્ર્ચિમ બંગાળમાં ૫૫, દિલ્હીમાં ૫૧, છત્તીસગઢમાં ૫૦ અને કર્ણાટકમાં ૩૪ દર્દીઓના મોત થયા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૪૮૦૫૮૩૮૫ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૧૨૨૪૮૪૮ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૩૧૮૮૭૦૯૫ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૧૪૯૪૬૪૪૨ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદૃીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.