ભારતમાં કોરોનાની રસીના બીજા-ત્રીજા તબક્કાના હૃાૂમન ટ્રાયલને મળી મંજૂરી

ડીજીસીઆઈ એ ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કોરોના વાયરસની રસીના દૃેશમાં બીજા અને ત્રીજા તબક્કાના હૃાુમન ટ્રાયલ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને મંજૂરી આપી દૃીધી છે. સરકારી અધિકારીઓએ કહૃાું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ મંજૂરી ઔષધિ મહાનિયંત્રક ડૉ.વી.જી.સોમાનીએ રવિવાર મોડી રાત્રે આપી દૃીધી. આની પહેલાં તેમણે કોવિડ-૧૯ના વિષય વિશેષજ્ઞ સમિતિની અનુશંસાઓ પર ઊંડાણપૂર્વક વિચાર વિમર્શ કર્યો. એક વરિષ્ઠ અધિકારીએ કહૃાું કે કંપનીને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ પહેલાં જ સુરક્ષા સંબંધિત ડેટા સીડીએસસીઓ પાસે જમા કરાવો પડશે જેનું મૂલ્યાંકન ડેટા સુરક્ષા મોનીટરીંગ બોર્ડએ કર્યું છે.
તેમણે માહિતી આપી કે આ રિસર્ચની રૂપરેખાના મતે રિસર્ચમાં સામેલ દરેક વ્યક્તિને ચાર સપ્તાહની અંદૃર બે ડોઝ અપાશે મતલબ પહેલા ડોઝના ૨૯મા દિવસે બીજો ડોઝ અપાશે. ત્યારબાદ નક્કી અંતરાલ પર સુરક્ષા અને પ્રતિરક્ષાજનત્વની આકરણી થશે. અધિકારીઓએ કહૃાું કે સીડીએસસીઓની નિષ્ણાત પેનલે પહેલાં અને બીજા તબક્કાનું પરીક્ષણ મળતા ડેટા પર ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કર્યા બાદ ‘કોવિશિલ્ડના ભારતમાં સ્વસ્થ વયસ્કો પર બીજા અને ત્રીજા શિલ્ડના પરીક્ષણની મંજૂરી આપી. ઓક્સફોર્ડ દ્વારા વિકસિત આ રસીનું બીજા અને ત્રીજા તબક્કાનું પરીક્ષણ અત્યારે બ્રિટનમાં ચાલી રહૃાું છે.
ત્રીજા તબક્કાનું પરીક્ષણ બ્રાઝીલમાં અને પહેલાં અને બીજા તબક્કાનું પરીક્ષણ દક્ષિણ આફ્રિકામાં ચાલી રહૃાું છે. બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની અરજી પર વિચાર કર્યા બાદ એસઇસી એ ૨૮ જુલાઇના રોજ આ સંબંધમાં બીજી માહિતી માંગી હતી તથા પ્રોટોકોલમાં સંશોધન કરવાનું કહૃાું હતું. એસઆઇઆઇ એ સંશોધિત પ્રસ્તાવ બુધવારના રોજ જમા કરાવી દૃીધો. પેનલે એ પણ ભલામણ કરી કે ક્લિનિકલ ટ્રાયલ માટે સ્થળોની પસંદૃગી આખા દૃેશમાંથી કરાય.