- ૨૪ કલાકમાં ૬૩,૩૭૧ નવા કેસ નોંધાયા, ૮૯૫ દર્દીઓનાં મોત
ભારતમાં થોડી રાહતનો શ્વાસ લેવા જેવી બાબત એ છે કે રોજેરોજ જાહેર થતા કોરોના સંક્રમિતોની સંખ્યા ૭૦ હજારથી ઓછી નોંધાઈ રહી છે. પરંતુ મૃત્યુઆંક ૧.૧૨ લાખને પાર થઈ ચૂક્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૬૩,૩૭૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૮૯૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દૃેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૭૩,૭૦,૪૬૯ થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)
વિશેષમાં, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૬૪ લાખ ૫૩ હજાર ૭૮૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ ૮,૦૪,૫૨૮ એક્ટિવ કેસો છે. દૃેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૨,૧૬૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૫ ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ ૯,૨૨,૫૪,૯૨૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૦,૨૮,૬૨૨ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
એક તરફ જ્યાં દૃુનિયા આ વર્ષના અંત કે આગામી વર્ષની શરૂઆત સુધી કોરોના વેક્સિન આવવાની આશા રાખીને બેઠા છે, સ્વસ્થ લોકોએ વેક્સિન માટે ૨૦૨૨ સુધી રાહ જોવી પડી શકે છે. સૌથી પહેલા વેક્સિન હેલ્થ વર્કર્સને અને તેવા લોકોને આપવામાં આવશે જેને ઇન્ફેક્શનનો ખતરો વધુ હશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ આ વિશે જાણકારી આપી છે કે વેક્સિન માટે કોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઓનલાઇન આયોજીત એક સવાલ-જવાબ કાર્યક્રમમાં “હું”ના ચીફ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથન એ કહૃાું કે, વર્ષ ૨૦૨૧ના આખરી સુધી એક અસરકાર વેક્સિન જરૂર આવી જશે પરંતુ તેની માત્રા સીમિત હશે.