- દૃેશભરમાં સક્રિય કેસોની સંખ્યા ૨.૫૩ લાખ પર પહોંચી ૪૨૫ લોકોના મોત થયા : ભારત યાદૃીમાં ત્રીજા ક્રમાંક
- દૃેશમાં વિતેલા ૨૪ કલાકમાં ૨૪,૨૪૮ નવા કેસ
અનલોક-૦૧ ની શરૂઆત સાથે જ દૃેશભરમાં કોરોનાના દૃર્દૃીઓની સંખ્યા વધતી જઈ રહી છે. આ સ્થિતિ અનલોક-૦૨ માં પણ યથાવત રહી છે. દૃેશભરમાં વિતેલા ૨૪ કલાકમાં ૨૪,૨૪૮ કોવિડ-૧૯ના નવા ચેપગ્રસ્તો નોંધાયા છે. તેની સાથે કુલ દૃર્દૃીઓનો આંક સાત લાખની સાવ નિકટ પહોંચી ચૂક્યો છે. કોરોના વાયરસ સંક્રમણના કુલ ૬,૯૭,૪૧૩ નોંધાયેલા કેસોની સાથે ભારત હવે રશિયાથી પણ આગળ નીકળી ગયુ છે. મહામારીના કહેરનો સામનો કરી રહેલા કુલ ૧૮૮ દૃેશની યાદૃીમાં ભારત ત્રીજા સ્થાને પહોંચી ચૂક્યુ છે. કોરોનાથી એક જ દિૃવસમાં કુલ ૪૨૫ દૃર્દૃીઓએ જીવ ગુમાવ્યો છે. તેની સાથે દૃેશમાં કુલ મૃત્યુનો આંક ૧૯,૬૯૩ થયો છે. દૃેશભરમાં હાલ કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૨,૫૩,૨૮૭ છે. ભારતમાં સતત ચોથા દિૃવસે સંક્રમણના ૨૦ હજારથી વધુ કેસો નોંધાયા છે. ત્યારે વાયરસના બેકાબુ બનતા જતા કહેર પર કાબુ કરવા આસામ અને કર્ણાટક જેવા રાજ્યોમાં પસંદૃગી સ્થળો પર લોકડાઉનની સાથે જરૂરી પ્રતિબંધોનો સખ્તાઈથી અમલ કરવામાં આવી રહૃાો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ રવિવારે જ દૃેશભરમાં એક જ દિૃવસમાં કોવિડ-૧૯ના સૌથી વધુ ૨૪,૮૫૦ ચેપગ્રસ્તો નોંધાયા હતા. તેની સાથે રવિવારે ૨૪ કલાકમાં મહામારીથી ૬૧૩ લોકોના મૃત્યુની સાથે મૃત્તકોની સંખ્યા ૧૯,૨૬૮ થઈ હતી. કોરોનાના વધતા જતા પ્રકોપના કારણે આસામના દૃીમા હસાઓ જિલ્લામાં સોમવારથી બે સપ્તાહ માટે લોકડાઉન લાગુ કરી દૃેવાયુ છે. રાજ્યના કામરુપ મેટ્રોપોલિટનમાં પણ ગત તા.૨૮મી જૂનથી ૧૨મી જુલાઈ સુધી સંપુર્ણ લોકડાઉનનો અમલ જારી જ છે. આ જિલ્લામાં જ ગૌહાટી શહેરનો પણ સમાવેશ થાય છે. જ્યારે કર્ણાટકના દૃક્ષિણ કન્નડ જિલ્લાના મંગલુરૂ શહેર અને આસપાસના વિસ્તારોમાં કોરોનાના વધતા જતા દર્દૃીઓને પગલે લોકડાઉનનો પુન: અમલ શરૂ કરાયો છે. રવિવારના લોકડાઉનને લોકોએ પણ સંપુર્ણ સમર્થન આપ્યુ હતુ. જેના પગલે શહેરના તમામ માર્ગો, બજારો અને શેરીઓ સુમસામ જોવા મળી હતી. રાજય સરકાર દ્વારા શહેરમાં આગામી ૨જી ઓગષ્ટ સુધી દૃર રવિવારે સંપુર્ણ લોકડાઉનનો અમલ કરાવવામાં આવનાર છે.