ભારતમાં કોરોના વાયરસના કેસ ૯ લાખને પાર પહોંચ્યા

  • કોરોનાના વધતા કહેર સામે દેશમાં ભારે ચિંતા
  • બિહાર સહિતનાં કેટલાક રાજ્યોની સરકારોએ જાતે જ સ્થિતિને આધિન નિર્ણય લેતા લોકડાઉન જાહેર કરી દીધું

નવી દિલ્હી,
ભારતમાં કોરોનાના કેસોમાં એકદમ ઉછાળો આવી ગયો છે. કેસોની સંખ્યા ૯ લાખને પર પહોંચી ચુકી છે. રોજ સામે આવતા કેસ નવા રેકોર્ડ બનાવી રહૃાા છે. દેશભરમાં ચેપગ્રસ્ત રાજ્યોમાં સ્થિતિ વણસી રહી છે, એવામાં અનલોક પ્રક્રિયા વચ્ચે પણ કેટલાક રાજ્યો કોરોના સંક્રમણના વધતા કેસો પર પર અંકુશ મેળવવા પ્રયત્ન કરી રહૃાા છે. બિહાર સહિતનાં ઘણાં રાજ્યોની સરકારોએ જાતે જ પરિસ્થિતિને આધિન નિર્ણય લેતા લોકડાઉન જાહેર કરી દીધું છે. દૃેશમાં ૨૪ માર્ચે લોકડાઉનનો પહેલો તબક્કો શરુ થયો, જેને પાંચ તબક્કા સુધી લંબાવવામાં આવ્યો હતો, પરંતુ લોકડાઉનમાં પણ દૃેશભરમાં કેસો ભયજનક રીતે વધ્યા હતા. જોકે હવે વધી રહેલા કેસો સામે રાજ્ય સરકારો ફરીથી લોકડાઉનનો સહારો લઇ રહી છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડમાં મોટાભાગના જીલ્લાઓમાં સોમવારથી ત્રણ દિવસનું લોકડાઉન જાહેર કરાયુ છે. જેમાં જરુરી સેવાઓને છોડીને તમામ જડબેસલાક બંધ રાખવાના આદૃેશ આપવામાં આવ્યા છે. બેંગ્લોરમાં પણ ૨૨ જૂલાઇ સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના થાણેમાં પણ રવિવારથી લોકડાઉન જાહેર કરી દૃેવાયું છે, અહીં ૧૯ જુલાઇ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ઉત્તર પ્રદૃેશમાં યોગી સરકારે પણ વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અઠવાડિયાના અંતના બે દિવસ, શનિવાર અને રવિવાર લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે. બિહારમાં વધતા જતા કેસો પર અંકુશ મેળવવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેતાં ૧૬ જૂલાઇથી મહિનાના અંત સુધી લોકડાઉન જાહેર કરી દીધું છે. અસામમાં પણ મુખ્ય શહેરો, વિસ્તારોમાં ૧૨ જૂલાઇથી એક અઠવાડિયા સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્ય પ્રદૃેશ સરકારે પણ કોરોના કેસ પર અંકુશ મેળવવા માટે દરેક રવિવારે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય જાહેર કર્યો છે. નગાલેન્ડ સરકારે પણ રાજ્યમાં લોકડાઉન લંબાવીને ૩૧ જૂલાઇ સુધી રાખવાનો નિર્ણય લીધો છે, જોકે સરકારે કોરોના ટેસ્ટ અને કોરન્ટાઇન સેન્ટર્સમાં ફી વસૂલવાનો નિર્ણય પણ જાહેર કર્યો છે.