ગુજરાત સહિત આખા દૃેશમાં વરસાદ પડ્યા પછી રસ્તાઓની બિસ્માર હાલત થતી હોય છે. જેના કારણે અનેક લોકોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. એક સર્વે પ્રમાણે ભારતમાં ખુલ્લી ગટરમાં પડવાથી અને ખાડામાં અકસ્માતોમાં કુલ મૃત્યુના ૩૦ ટકા માત્ર ગુજરાતમાંથી છે. ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૪૭૯ લોકોના મૃત્યુ ખાડામાં પડવાથી થયા છે. જ્યારે વર્ષ ૨૦૧૯માં ગટરમાં પડવાથી ૩૦ લોકોના મૃત્યુ થયા છે..
વર્ષ ૨૦૧૯નો આંકડા પ્રમાણે ગુજરાતમાં ખાડામાં પડવાથી ૯૨ લોકોના મોત થઈ ગયા છે. રાજ્યમાં થોડાક વરસાદમાં ગુજરાતના રોડ રસ્તા રોલરકોસ્ટર રાઈડ જેવા થઈ જાય છે એટલું જ નહીં પરંતું મનપા દ્વારા ખુલ્લી રખાતી ગટરોમાં પડી જવાથી ૩૦ લોકોના મોત થયા છે. ખાડામાં પડવાથી મૃત્યુમાં ગુજરાત દૃેશમાં ત્રીજા નંબરે છે. સૌથી વધારે રાજસ્થાનમાં ૨૮૮ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં ૧૩૪ લોકોના મૃત્યુ થયા છે.
છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ૪૯૭ વ્યક્તિઓએ ખાડામાં પડવાથી પોતાના જીવ ગુમાવ્યા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. ગુજરાતમાં ખાડાનું સામ્રાજ્ય હોવાનું પણ હાલની સ્થિતિ જોતા લાગી રહૃાું છે, દૃેશમાં ત્રીજા સ્થાને ગુજરાતનો નંબર આવે છે. ખાડે ગયેલ ગુજરાતના વિકાસમાં રોડ પર પડેલા ખાડાથી લોકો ત્રસ્ત બન્યા છે.