ભારતમાં ટૂંક સમયમાં આવશે રશિયામાં બનેલ કોરોના રસી: રાજનાથ સિંહનો દાવો

કોરોના રસીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહૃાું કે, ટૂંકમાં જ ભારતમાં રશિયામાં બનેલ કોરોના રસી આવી જશે. જણાવીએ કે, રશિયામાં કોરોનાની રસી સ્પૂતનિક ૫ ટૂકમાં જ તૈયાર થઈ જશે. લખનઉણાં કાર્યક્રમમાં રાજનાથ સિંહે કહૃાું કે, સૌથી પહેલા કોરોનાની લડાઈમાં મોટી ભૂમિકા ભજવનાર હેલ્થ વર્ક્રસને રસીના ડોઝ આપવામાં આવશે. રાજનાથ સિંહે એ પણ કહૃાું કે, રસી આપવાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે.

તેમણે જણાવ્યું કે, ભારતીય રસી પણ તૈયાર થઈ રહી છે. આ મામલે ટેસ્ટ અને ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. નોંધનીય છે કે, સંરક્ષણ મંત્રી મંગળવારે કિંગ જ્યોર્જ મેડિકલ યૂનિવર્સીટના ૧૧૪માં અને ૧૧૫માં સ્થાપના દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન વર્ચ્યુઅલી સંબોધિત કરી રહૃાા હતા. આ દરમિયાન સંરક્ષણ મંત્રીએ કહૃાું કે, વિશ્વ સમજી ગયું છે કે આ મહામારી દરમિયાન અસલી સુપરમેમ અને વંડર વુમન આપણા ડોક્ટર છે, નર્સ અને પેરામેડિકલ સ્ટાફ છે. અમે તેમની સેવા માટે હંમેશા તેમના આભારી રહીશું.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ૧૯૮૧ના લૂની યાદ અપાવતા કહૃાું કે, માટે જ પ્રધાનમંત્રીના ધ્યેય વાક્ય ‘જ્યારું સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલ નહીંના મંત્રીને દરેક વ્યક્તિએ અપનાવવો જોઈએ. ૨૦૨૦ની આ જંગ એટલા માટે પણ અનોખી છે કારણ કે તેમાં દુશ્મન અદ્રશ્ય છે. ડોક્ટરોની મહેનતથી કોરોના સામેની જંગ જીતવામાં સફળતા મળી રહી છે.

તેમણે કહૃાું કે, બ્રિટેનમાં નવા સ્ટ્રેનની જાણકારી મળી છે. એવામાં આપણે વધારે સાવચેત રહેવાની જરૂરત છે. આ એક ગંભીર મુદ્દો છે. જ્યાં સુધી વિશ્વના દરેક વ્યક્તિને રસી આપવામાં નહીં આવે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે. તેમણે કહૃાું કે, સરકાર દરેક સ્તર પર સક્રિય છે. ટૂંકમાં જ કોરોનાથી બચવા માટે રસીકરણ શરૂ થઈ જશે.