ભારતમાં પોઝિટિવિટી રેટમાં આખરે ઘટાડો નોંધાઈ રહૃાો છે

  • બીજી લહેર નબળી પડી રહી હોવાના સંકેત મળ્યા

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વધુ નબળી પડી રહી હોવાના સંકેત મળી રહૃાા છે. આ અઠવાડિયે દેશમાં પોઝિટિવિટી રેટ ઘટ્યો હોય તેવા જિલ્લાઓની સંખ્યામાં વધારો થયો છે. પોઝિટિવિટી રેટ એટલે ૧૦૦ કોરોનાના ટેસ્ટ સામે પોઝિટિવ આવે તે દર્દીઓની સંખ્યા થાય છે. જોકે, હજુ પણ કેટલાક રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ચિંતાનું કારણ બનેલો છે. ભારતમાં બીજી લહેર ઘટવાના સંકેત નવા કેસમાં ઘટાડા સાથે જોવા મળી રહૃાા છે જોકે, કેટલાક જિલ્લાઓમાં વધી રહેલા કેસ અને પોઝિટિવિટી રેટ ૨૨% પર પહોંચતા ચિંતાનું કારણ બની રહૃાા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે પશ્ર્ચિમ બંગાળ, કર્ણાટકા, કેરળ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે, અહીં પોઝિટિવિટી રેટ ૧૫% કરતા ઊંચો છે. પોઝિટિવિટી રેટમાં ઘટાડો થાય તે સારી નિશાની છે, પરંતુ આમ આગામી કેટલાક અઠવાડિયા સુધી થતું રહે તો નવા કેસ પર કાબૂ મેળવી શકાય છે. ડેઈલી પોઝિટિવિટી રેટ ઘટીને ૧૩.૪% પર પહોંચ્યો હતો, આ દરમિયાન દેશમાં એક જ દિૃવસમાં કોરોનાની તપાસ માટે ૨૦.૫ લાખ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સાથે પાછલા બે અઠવાડિયાથી દેશમાં પોઝિટિવિટી રેટમાં સતત ઘટાડો થઈ રહૃાો છે, એપ્રિલ ૨૯થી ૫ મે દરમિયાન પોઝિટિવિટી રેટ ૨૧.૫% હતો જે ઘટીને પાછલા અઠવાડિયે (૧૩-૧૯ મે) ૧૫.૨% થયો છે. આ દરમિયાન પોઝિટિવિટી રેટમાં ઘટાડો થઈ ગયો હોય તેવા જિલ્લાઓની સંખ્યા ૨૧૦થી વધીને ૩૦૩ થઈ ગઈ છે સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સચિવ લવ અગ્રવાલ જણાવે છે કે, ભારતમાં અઠવાડિયા દરમિયાન થતા ટેસ્ટમાં ફેબ્રુઆરી પછી ૧૨ અઠવાડિયામાં સરેરાશ ૨.૩ ગણો વધારો થયો છે. ટેસ્ટની સંખ્યામાં વધારો થતા પરિણામ એવું જોવા મળ્યું કે છેલ્લા ૧૦ અઠવાડિયાથી કેસની સંખ્યામાં વધારો થતો હતો તેમાં પાછલા અઠવાડિયાથી પોઝિટિવિટી રેટમાં સતત ઘટાડો નોંધાયો. દેશમાં કોરોનાના વધુ ૨.૭૬ લાખ નવા કેસ નોંધાયા છે. જેમાંથી તામિલનાડુમાં સૌથી વધુ ૩૪,૮૭૫ કેસ નોંધાયા છે, જ્યારે કર્ણાટકામાં ૩૪,૨૮૧ કેસ નોંધાયા છે. ભારતમાં કોરોનાના હાલ કુલ ૩૧.૨૯ લાખ એક્ટિવ કેસ છે, જેમાંથી ૮ રાજ્યોમાં એક લાખથી વધારે છે, નવ રાજ્યોમાં એક લાખથી ૫૦,૦૦૦ વચ્ચે છે અને ૧૯ રાજ્યોમાં ૫૦,૦૦૦ કરતા ઓછા છે.