ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૩ લાખની અંદર

  • દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૪,૭૧૨ કેસ, ૩૧૨નાં મોત
  • રિકવરી રેટ ૯૫.૭૪ ટકા, પોઝિટિવિટી રેટ ૨.૩૭ ટકા રહૃાો

     

ભારતમાં હવે કોરોના વાયરસના કેસમાં ઘટાડો નોંધાઈ રહૃાો છે. પરંતુ કોરોના વાયરસના નવા પ્રકાર સ્ટ્રેનના કારણે જરુરી સાવચેતીના પગલા ભરવામાં આવ્યા છે. આ સાથે ભારતમાં ૨૪,૦૦૦થી વધુ કેસ નોંધાતા કુલ કોરોના વાયરસના કેસનો આંકડો સવા કરોડની નજીક પહોંચી ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના નવા આંકડા પ્રમાણે દેશમાં ગુરુવારે વધુ ૨૪,૭૧૨ કેસ નોંધાતા કુલ આંકડો ૧,૦૧,૨૩,૭૭૮ થઈ ગયો છે. જ્યારે સાજા થયેલા દર્દીઓની ટકાવારીમાં વધારા થયો છે, અત્યાર સુધીમાં ૯૬.૯૩ લાખ દર્દીઓ સાજા થઈ ગયા છે. સવારે ૮ સુધીમાં અપડેટ થયેલા ડેટા પ્રમાણે ૩૧૨ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક ૧,૪૬,૭૫૬ થઈ ગયો છે.

ભારતમાં કોરોના વાયરસને હરાવી ચુકેલા દર્દીઓનો આંકડો ૯૬,૯૩,૭૭૩ થઈ ગયો છે, જેની સાથે રાષ્ટ્રીય રિકવરી રેટ ૯૫.૭૫% થઈ ગયો છે. જ્યારે ફર્ટિલિટી રેટ ૧.૪૫% પર પહોંચ્યો છે. સતત ત્રીજા દિવસે દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ૩ લાખની નીચે રહૃાો છે. હાલ ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ૨.૮૩,૮૪૯ છે, જે કુલ કેસના ૨.૮૦% થાય છે.

ભારતમાં ૭ ઓગસ્ટના રોજ કોરોના વાયરસના કેસ ૨૦ લાખને પાર ગયા હતા, જે પછી ૨૩ ઓગસ્ટે આંકડો ૩૦ લાખ થયો હતો, ૫ સપ્ટેમ્બરે કેસ ૪૦ લાખ થયા હતા, જ્યારે ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ થયા હતા, આ પછી ૨૮ સપ્ટેમ્બરે કેસ ૬૦ થયા હતા, ૧૧ ઓક્ટોબરે કેસ ૭૦ લાખ થયા હતા, ૨૯ ઓક્ટોબરે આંકડો ૮૦ લાખને પાર ગયો હતો, ૨૦ નવેમ્બરે કેસ ૨૦ લાખને પાર થયા હતા. જ્યારે ૧૯ ડિસેમ્બરે ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો.

આઇસીએમઆરના આંકડા પ્રમાણે ભારતમાં ૧૦,૩૯,૬૪૫ સેમ્પલ લઈને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે ૨૩ ડિસેમ્બર સુધીમાં કુલ ૧૬,૫૩,૦૮,૩૬૬ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.