- રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી શ્રી નિતીન ગડકરી, પેટ્રોલીયમ નેચરલ ગેસમંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતી
અમરેલી,
દેશના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે વિભાગના મંત્રી શ્રી નિતીન ગડકરીના નિવાસ સ્થાને દેશના કૃષિમંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલા તથા પેટ્રોલીયમ નેચરલ ગેસ મંત્રી શ્રી ધર્મેેન્દ્ર પ્રધાન તથા રોડ અને ટ્રાન્સપોર્ટ તથા હાઇવે વિભાગના રાજ્યમંત્રી શ્રી વિ.કે.સિંઘની ઉપસ્થિતીમાં દેશના સર્વ પ્રથમ સીએનજી ટ્રેકટરનું લોચિંગ કરવામાં આવ્યુ હતુ.
દેશના સીમ વગડાઓમાં પણ પ્રદુષણ ઘટે અને ખેડુતોને મોંઘા ભાવના ડીઝલને બદલે કીફાયતી ગેસ પરવડે તેવા બહુ હેતુથી આ ટ્રેકટરનું લોચિંગ કરવામાં આવ્યુ હતુ.