ભારતીય આઇટી પ્રોફેશનલ્સને ઝટકો: ટ્રમ્પનો H1-B વિઝા પર પ્રતિબંધ

વૉિંશગ્ટન,અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક દૃૂરોગામી અસરો સર્જે તેવો એક મહત્વનો નિર્ણય લઇને રોજગારક્ષેત્રે મહત્વનો એચ-૧બી વીઝા સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે.અમેરિકાના આ પગલાથી ભારત સહિત દૃુનિયાના આઇટી પ્રોફેશનલને મોટો આંચકો લાગ્યો છે. આ સસ્પેન્સન વર્ષના અંત સુધી અમલમાં રહેશે. ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓના મતે આ નિર્ણય અમેરિકન શ્રમિકોના હિત માટે લેવાયો છે. ટ્રમ્પના આ નિર્ણથી ૨.૪૦ લાખ લોકો પ્રભાવિત થાય તેમ છે અને તેમાં, સૌથી વધુ ભારતીય છે. સુપરરીચ દૃેશ અમેરિકાના આ નિર્ણય પાછળ વર્તમાન કોરોના મહામારી સંક્ટ પણ જવાબદૃાર છે.
સૂત્રોએ કહૃાું કે, ડોલરિયા દૃેશ અમેરિકામાં કામ કરવા માટે એચ-૧બી વીઝા મેળવનાર લોકોમાં સૌથી વધારે ભારતીય આઈટી(ઇન્ફોર્મેશન ટેકનોલોજી) પ્રોફેશનલ હોય છે. જેથી વિઝાના પ્રતિબંધ પર સૌથી વધારે નુકસાન ભારતીયોને થશે તે ચોક્કસ નક્કી છે. જોકે એવી પણ સંભાવના છે કે નવા વીઝા પ્રતિબંધથી હાલના સમયે વર્ક વીઝા પર અમેરિકામાં કામ કરતા લોકો પર અસર નહીં પડે.. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દૃરમિયાન એમ કહૃાું હતું કે તે રવિવારે કે સોમવારે તેઓ નવા વીઝા પ્રતિબંધની જાહેરાત કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારના રોજ કહૃાું કે આ પગલું એ અમેરિકનોની મદૃદૃ કરવા માટે જરૂરી છે કે જેમણે કોરોનાને કારણે સર્જાયેલા હાલના આર્થિક સંકટના લીધે પોતાની નોકરીઓ ગુમાવી દૃીધી છે. નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં ટ્રમ્પે આ પગલું ભર્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે અમેરિકામાં બેરોજગારી વધી છે. અમેરિકાના લોકોને નોકરી આપવી પ્રાથમિકતા છે. ટ્રમ્પના નિર્ણયથી ૨,૪૦,૦૦૦ લોકો પ્રભાવિત થશે. અમેરિકામાં દૃર વર્ષે ૮૫,૦૦૦ લોકોને એચ-૧બી વિઝા મળે છે. જેમાં ૭૦ ટકા ભારતીયોને ફાળે આવે છે.
મંગળવારે ટ્રમ્પ વહીવટીતંત્ર એચ-૧બી વિઝા તેમજ એચ-૪, એચ-૨બી, જે અને એલ વિઝા આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે.. ટ્રમ્પે આવા વિઝા માટે લોટરી સિસ્ટમ તાત્કાલિક બંધ કરવા કહૃાું હતું. અમેરિકન સરકારે કહૃાું કે વિઝા સંબંધિત નવા પ્રતિબંધો આ વર્ષના અંત સુધીમાં ૫ લાખ ૨૫ હજાર નોકરીઓને અસર કરશે. અમેરિકામાં કોરોના સંક્રમણના કારણે અત્યાર સુધીમાં ૩૦ લાખથી વધુ લોકોએ તેમની નોકરી ગુમાવી છે.
વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ સોમવારે કહૃાું હતું કે ૩૧ ડિસેમ્બર સુધી વિદૃેશીઓને ગ્રીન કાર્ડ આપવામાં આવશે નહીં. જો કે જાણીતી ગૂગલ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદૃર પિચાઇએ જણાવ્યું હતું કે સ્થળાંતર કરનારાઓએ અમેરિકાને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદૃદૃ કરી હતી અને ટેકનોલોજીના ક્ષેત્રમાં દૃેશને નંબર વન બનાવ્યો હતો. તેથી સ્થળાંતર કરનારા કર્મચારીઓને કારણે ગૂગલ આ તબક્કે છે. ઇમિગ્રેશન સંબંધિત સરકારના નિર્ણયથી હું નિરાશ છું. અમે સ્થળાંતર કરનારાઓની સાથે ઉભા રહીશું અને તેમને તમામ પ્રકારની તકો પૂરી પાડવા માટે કામ કરીશું.
સૂત્રોએ વધુમાં કહૃાું કે, એચ-૨બી વિઝા છોડીને અન્ય તમામ વિઝાના સસ્પેન્ડ થવા પર ભારતીયોને અસર થશે. એચ-૨બી વિઝા સામાન્યપણે મેક્સિકોના પ્રવાસીઓને કામ આવે છે. અમેરિકામાં દૃર વર્ષે ૧૦ લાખ કર્મચારી બીજા દૃેશોથી આવે છે. અમેરિકન સાંસદૃોએ કહૃાું કે, બેરોજગારીનો દૃર એટલો વધારે છે કે આ કર્મચારીઓને વિઝા આપવાનું કોઈ કારણ નથી.
ટ્રમ્પે એચ-૧બી વિઝાના દૃુરૂપયોગને રોકવા પણ નિર્દૃેશ આપ્યા છે. જો કોઈ વિઝા સંબંધિત નિયમોનું પાલન નહીં કરે તો અમેરિકન લેબર ડિપાર્ટમેન્ટ તેની સામે કાર્યવાહી કરશે. જોકે ખાદ્ય ઉદ્યોગ, તબીબી અને કેટલાક અન્ય ક્ષેત્રો માટે વિઝા આપવાની મંજૂરી આપી શકાય છે. આ વર્ષે એપ્રિલમાં, એચ-૧બી વિઝા આપવાની પ્રક્રિયા ૬૦ દિૃવસ માટે સ્થગિત કરી દૃેવામાં આવી હતી.