ભારતીય ફાર્મા ઉદ્યોગ સમગ્ર વિશ્વને કોરોનાની રસી પૂરી પાડવા માટે સક્ષમ: બિલ ગેટ્સ

  • ભારતની નોંધપાત્ર વસ્તિ આરોગ્ય કેન્દ્રની સમસ્યા સૌથી મોટો પડકાર

    માઈક્રોસોટના સહ સ્થાપક અને દાતા બિલ ગેટ્સે ભારતીય ફાર્મા ઉદ્યોગ ક્ષેત્રના વખાણ કર્યા છે. દૃુનિયાના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિના મતે ભારતીય ફાર્મા ઉદ્યોગ સમગ્ર વિશ્વને કોરોનાની રસી પૂરી પાડવા માટેની ક્ષમતા ધરાવે છે. ભારતમાં ઘણું ઉપયોગી કામ થઈ રહૃાું છે અને ભારતના ફાર્મા ઉદ્યોગે ભૂતકાળમાં અન્ય મોટા રોગો માટે શોધેલી રસીના આધારે તેઓ કોરોના મહામારીની રસી વિકસાવવા માટે પણ ખૂબ મોટી ક્ષમતા ધરાવે છે.
    બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશના ટ્રસ્ટીએ જણઆવ્યું કે, ભારતનું કદ ખૂબ વિશાળ હોવાથી આરોગ્ય ક્ષેત્રે મોટા પડકારો રહેલા છે. ગીચ વસતી સામે શહેરી આરોગ્ય કેન્દ્રોની કટોકટીથી મુશ્કેલી પડી શકે છે. ભારતીય ફાર્મા ઉદ્યોગ ક્ષેત્રની તાકાતનો ઉલ્લેખ કરતા ગેટ્સે જણાવ્યું કે, ભારત પાસે ખૂબ મોટી ક્ષમતા રહેલી છે તેમજ અનેક ભારતીય ફાર્મા કંપનીઓ વિશ્વને ઔષધીઓ પૂરી પાડી રહી છે. દૃુનિયામાં અન્ય કોઈપણ સ્થળ કરતા ભારતમાં સૌથી વધુ દવાઓનું ઉત્પાદન કરે છે.
    ભારતમાં ઘણી કંપનીઓ પ્રવર્તમાન સમયે કોરોનાની રસી વિકસાવવા અગ્રિમ તબક્કામાં છે. અગાઉની મહામારીઓમાં શોધાયેલી દવાઓના આધાર પર કોરોનાની રસી વિકસાવવાનું કામ ઝડપથી થઈ રહૃાું છે. વૈશ્વિક સ્તરે કોરોનાની રસી વિકસાવવા માટેના જોડાણ કોઅલિશન ફોર એપીડેમિક પ્રીપેર્ડનેસ ઈનોવેશન્સમાં ભારત જોડાયું હોવાનો ઉલ્લેખ કરતા ગેટ્સે કહૃાું કે, મને અત્યંત આનંદ થાય છે કે, આ જોડાણ દ્વારા ફક્ત ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને રસીનું મળશે. આપણે સૌ મૃત્યુદરમાં ઘટાડો કરીને ઈમ્યુન થઈ શકીશું, આ રીતે જ આપણે મહામારીનો અંત લાવી શકીશું.