ભારતીય મૂળનો પંજાબી રેસલર ઓથર્સ ઓફ પેનની WWE માંથી થઈ છુટ્ટી

ભારતીય ડબલ્યુડબલ્યુઈ ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. ડબલ્યુડબલ્યુઈએ બે સુપરસ્ટારને બહારનો રસ્તો દૃેખાડી દીધો છે. તેમાં એક ભારતીય મૂળનો પંજાબી રેસલર છે અને બીજો તેનો પાર્ટનર. ટેગ ટીમ ચેમ્પિયન રહી ચૂકેલાં બંને રેસલર હવે ડબલ્યુડબલ્યુઈ રિંગમાં નજર નહીં આવે. અમે વાત કરી રહૃાા છીએ પોતાના રેસિંલગ અંદાજથી ડબલ્યુડબલ્યુઈની રિંગમાં ધમાલ મચાવનાર ઓથર્સ ઓફ પેન વિશે. ડબલ્યુડબલ્યુઈએ ઓથર્સ ઓફ પેન ટીમના બંને સ્ટાર્સ એટલે એકમ અને રેઝરને કંપનીથી રિલીઝ કરી દીધા છે.
એકમ અને રેઝરને લઈ ડબલ્યુડબલ્યુઈના આ નિર્ણય હેરાન કરનારો હતો. એકમ અને રેઝર એક ટીમ તરીકે સારી રીતે રમતા હતા. અને બંનેએ મળીને અનેક ટાઈટલ પોતાના નામે કર્યા હતા. કેનેડામાં રહેતો ભારતીય મૂળના એકમે ૨૦૧૪માં ડબલ્યુડબલ્યુઈમાં એન્ટ્રી મારી હતી. ૨૦૧૫માં તેણે એનએક્સટીમાં આવતાં જ તહેલકો મચાવી દીધો હતો. રિંગમાં તેની પંજાબી ભાષામાં લલકાર સાંભળીને ભારતીય ફેન્સમાં જોશ આવી જતો હતો.
તેણે એન્ટ્રી બાદ રેઝરને પોતાનો પાર્ટનર બનાવ્યો હતો અને પછી એનએક્સટીમાં ધમાલ મચાવતાં એનએક્સટી ચેમ્પિયનશીપ ટાઈટલ પોતાના નામે કર્યું હતું. ભારતીય મૂળના પંજાબી રેસલર એકમનું અસલી નામ સનીસિંહ ધીંસા છે. તે ડબલ્યુડબલ્યુઈ રિંગમાં અનેક વખત પંજાબી બોલતો જોવા મળ્યો છે. જ્યારે તેનો પાર્ટનર રેઝર નેધરલેન્ડના અલ્બેનિયાનો રહેવાસી છે. તેનું અસલી નામ ગિઝિમ સેલમાની છે.