ભારતીય લોકતંત્રનો પ્રાણ છે ‘આત્મનિર્ભર અન્નદાતા: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (૪ ફેબ્રુઆરી) ગોરખપુરમાં ચૌરી ચૌરા કાંડના શતાબ્દૃી સમારોહની વિડિયો કોન્ફરન્સ દ્વારા શરૂઆત કરી છે. ઐતિહાસિક ઘટનાને યાદ કરવા માટે ઉત્તરપ્રદેશ સરકાર આ વર્ષે શતાબ્દૃી સમારોહની ઉજવણી કરી રહી છે.આ અવસરે એક પોસ્ટ ટિકિટ પણ જાહેર કરી છે. મોદીએ કહૃાું કે, આ પવિત્ર ભૂમિ પર બલિદાન આપનાર દેશના સ્વતંત્રતા સંગ્રામને નવી દિશા આપનાર શહીદોને પ્રણામ કરું છું. સો વર્ષ પહેા ચૌરી-ચૌરીમાં જે બન્યું તે માત્ર આગ ચાંપી દેવાની ઘટના ન હતી. તે આંદોલન ઘણું વ્યાપક હતું, પહેલા જ્યારે પણ તેની વાત થઈ ત્યારે આ ઘટનાને તેને અગ્નિદાહ તરીકે જોવામાં આવી. આવું કેમ બન્યું તે પણ જોવું જરૂરી છે. તે આગ પોલીસ સ્ટેશનમાં નહોતી લાગી, લોકોના દિલમાં પણ લાગી હતી. અંગ્રેજી હુકુમત તો સેંકડો સ્વતંત્રતા સેનાનીઓને ફાંસી આપવા માટે અડી ગઈ હતી, પણ બાબા રાઘવદાસ અને મહામના માલવીય જીના પ્રયાસોથી સેંકડો લોકોને ફાંસીથી બચાવી લેવાયા હતા.એવામાં આ દિવસ બાબા રાઘવદાસ અને મહામના માલવીય જીને યાદ કરવાનો પણ છે.

આ કાર્યક્રમોમાં યુવાનો સ્પર્ધામાં પણ ભાગ લઈ રહૃાાં છે. તેમને સ્વતંત્રતાના ઘણા ન જોયેલા પાસા ખબર પડશે. મોદીએ કહૃાું કે, શતાબ્દૃી સમારોહના કાર્યક્રમોને લોક કળા અને આત્મનિર્ભરતા સાથે જોડવાના પ્રયાસ કરાયા છે. સામૂહિકતાની જે શક્તિએ ગુલામીને સાંકળને તોડી હતી, તે શક્તિ ભારતને દુનિયાની મોટી તાકાત પણ બનાવશે. આ શક્તિ આત્મનિર્ભરનો મૂળભૂત આધાર છે. આ દેશને ૧૩૦ કરોડ દેશ વાસીઓ માટે આત્મનિર્ભર બનાવી રહૃાાં છે. આજે કલ્પના કરો, જ્યારે કોરોનાકાળમાં આ દેશે દુનિયાના ૧૫૦થી વધુ દેશો માટે દવા મોકલી છે. ભારતે અનેક દેશોના નાગરિકોને ઘરે સુરક્ષિત મોકલ્યા છે. આજે ભારત પોતે કોરોનાની વેક્સિન બનાવી રહૃાો છે. દુનિયાના અન્ય દેશો કરતા ઝડપથી વેક્સિન લગાવી રહૃાો છે.

૧૯૨૨માં સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલા પ્રદર્શનકારીઓએ ચૌરી ચૌરામાં એક પોલીસ ચોકીમાં આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં ૨૨ પોલીસકર્મી માર્યા ગયા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. આ ઘટનામાં જીવ ગુમાવનાર સત્યાગ્રહીઓને શહીદ માનવામાં આવ્યા હતા. ચૌરી ચૌરા કાંડના શતાબ્દૃી વર્ષ પર તેમના પરિવારજનોને સન્માનિત કરાશે. સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવશે. સાંજે દરેક શહીદ સ્થળ પર દીપ પ્રગટાવશે. શહીદોની યાદમાં સાંસ્કૃતક કાર્યક્રમ પણ યોજાશે. આ દરમિયાન એક સાથે ૩૦ હજારથી વધુ લોકો વંદે માતરમ ગાઈને વર્લ્ડ રેકોર્ડ બનાવશે. તમામે નક્કી સમયે વંદે માતરમ્ ગાતા વિડિયો અપલોડ કરવાનો રહેશે.