ભારતીય સેનાએ પાક સેના સમર્થિત આતંકવાદીઓના હથિયાર કર્યા કબજે

 • ભારતમાં ઘૂસવાના પ્રયાસમાં લગભગ ૩૦૦ આતંકી

  ઉત્તર કાશ્મીરમાં શનિવારના રોજ ભારતીય સેના એ રાજ્ય પોલીસની સાથે મળીને પાકિસ્તાની સેના દ્વારા સમર્થિત આતંકવાદીઓના મોટા મંસૂબાને નિષ્ફળ કરી દીધો છે. આતંકવાદી કિશનગંગા નદીના રસ્તે પીઓકેથી હથિયારોની તસ્કરીનો પ્રયાસ કરી રહૃાા હતા. માહિતી મળતા જ સેના એ જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે મળીને સંયુકત ઓપરેશન ચલાવ્યું અને આતંકવાદીઓના હથિયાર જપ્ત કરી લીધા.
  જીઓસી ચિનાર કોર્પ્સના લેટિનેંટ જનરલ બીએસ રાજૂ એ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે કહૃાું કે સર્વિલાન્સ ડિવાઇસીસનો ઉપયોગ કરતા આપણા મુસ્તૈદ જવાનોએ પાકિસ્તાન દ્વારા તસ્કરી કરાતા હથિયારોનો જથ્થો પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. તેમણે કહૃાું કે આ ઘટના દર્શાવે છે કે પાકિસ્તાનના ઇરાદા હજુ પણ એ જ છે. આપણે આવનારા દિવસોમાં પાકિસ્તાનના આવાજ ખરાબ ઇરાદાથી ઝઝૂમતા રહીશું.
  લેટિનેંટ જનરલે કહૃાું કે અમારી ગુપ્તચર એજન્સીની માહિતીના મતે પાકિસ્તાનની તરફથી અંદાજે ૨૫૦-૩૦૦ આતંકી લોન્ચ પેડ છે. આતંકવાદીઓની નિયમિત ઘૂસણખોરીની કોશિષ છતાંય આપણે તેને રેગ્યુલર કોશિષોથી દૂર રાખવામાં સક્ષમ છીએ.
  આપને જણાવી દઇએ કે શનિવારના રોજ જમ્મુ-કાશ્મીરના કેરન સેકટરમાં ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાની સેના દ્વારા સમર્થિત આતંકવાદીઓના મંસૂબાને નિષ્ફળ કરી દીધા. આતંકી સરહદ પારથી હથિયારોની તસ્કરીની કોશિષ કરી રહૃાા હતા. સર્વિલાન્સ સંસાધનોનો ઉપયોગ કરતાં ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાની આતંકવાદીઓને આવી નાપાક કોશિષ કરતાં પકડી લીધા. સેનાને કિશન-ગંગા નદીના કિનારે આતંકી ગતિવિધિઓની ખબર પડી હતી.
  ત્યારબાદ તરત જ જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે સંયુકત ઓપરેશન લોન્ચ કરાયું. કહેવાય છે કે બે-ત્રણ આતંકવાદી નદીના દૂર કિનારે દોરડા બાંધી ટ્યુબમાં કેટલોક સામાન ટ્રાન્સપોર્ટ કરવાની કોશિષ કરી રહૃાા હતા. આ દરમ્યાન સેનાના જવાન ત્યાં પહોંચ્યા અને હથિયારો જપ્ત કરી લીધા. આતંકવાદીઓની પાસેથી ૪ એકે-૭૪ રાઇફલ, ૮ મેગેઝીન, અને ૨૩૦ એકે રાઇફલ જપ્ત કરાઇ છે.