- જવાનોને ૧૫ જુલાઈ સુધીમાં મોબાઈલમાંથી આ તમામ એપ્સ ડિલિટ કરી દૃેવાની સૂચના અપાઈ
ભારતીય સેનાએ પોતાના તમામ જવાનો માટે મોટા ભાગની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવી દૃીધો છે. કુલ ૮૯ મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દૃીધો છે. જેમાં ફેસબુક,ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ જેવી એપ્લિકેશન્સનો સમાવેશ થાય છે. જે ૮૯ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તે માટે જવાનોને ૧૫ જુલાઈ સુધીમાં તમામ એપ્લિકેશન્સને પોતાના ફોનમાંથી ડિલિટ કરી દૃેવા માટેની સૂચના આપી દૃેવામાં આવી છે.
ફેસબુક,ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ ઉપરાંત સ્નેપચેટ, સોન્ગ્સ્.પીકે, વીચેટ, હાઇક, ટિકટોક, લાઇકી, શેરઇટ, ટ્રુ કોલર, પબજી, ટિન્ડર જેવી એપ્લિકેશન્સ પર પણ પ્રતિબંધ લગાવી દૃીધો છે. કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવી દૃીધો છે તે તમામ એપ્લિકેશન્સનો સમાવેશ પણ આ ૮૯ મોબાઈલ એપ્લિકેશનમાં થાય છે.
નોંધનીય છે કે ભારત સરકારે ગયા અઠવાડિયે જ ચીનની ૫૯ મોબાઈલ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવી દૃીધો હતો, જેમાં લોકપ્રિય એપ્સ ટિકટોક અને યૂસી બ્રાઉઝ જેવી એપ્લિકેશન્સનો સમાવેશ થાય છે. સરકારે કહૃાું હતું કે આ એપ્લિકેશન્સ દૃેશની સંપ્રભુતા, અખંડતા અને રાષ્ટ્રિય સુરક્ષા માટે નુકશાનકારક છે. એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લદ્દાખ વિસ્તારમાં સીમા પર ચીની જવાનોની સાથે થયેલી અથડામણ બાદ લેવામાં આવ્યો હતો.