નવીદિૃલ્હી,તા.૧૭
હવામાન વિભાગના ડેટા અનુસારજો તમને જણાવીએ તો, દિૃલ્હી-દ્ગઝ્રઇનું તાપમાન ઝડપથી વધી રહૃાું છે. જો કે રાત્રે ફૂંકાતા પવનથી લોકોએ રાહત અનુભવી છે. આગામી ૭૨ કલાકમાં દિૃલ્હીનું તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ સમગ્ર ઉત્તર પ્રદૃેશ, મધ્યપ્રદૃેશ અને બિહારમાં દિૃવસ દૃરમિયાન તડકાનુ પ્રમાણ વધવાના કારણે આગામી દિૃવસોમાં ગરમીનો પારો ઉંચે જવાની આગાહી કરવામાં આવી છે. તેવી જ રીતે કેટલાક પર્વતીય રાજ્યોમાં આગામી ત્રણ દિૃવસ સુધી વરસાદૃ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૮ ફેબ્રુઆરીએ પર્વતીય રાજ્યોમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે. જેના કારણે ૧૮ ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હળવાથી મધ્યમ વરસાદૃ પડશે. આ પછી, આ રાજ્યોમાં ૧૯ થી ૨૧ ફેબ્રુઆરી દૃરમિયાન મધ્યમ વરસાદૃ અને હિમવર્ષા થવાની સંભાવના છે. તે જ સમયે, હિમાચલ પ્રદૃેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદૃ અને હિમવર્ષા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બીજી તરફ આંદૃામાન અને નિકોબારમાં આગામી ૫ દિૃવસ સુધી હળવો વરસાદૃ થવાની સંભાવના છે. અરુણાચલ પ્રદૃેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડમાં ૧૬-૨૦ ફેબ્રુઆરી વચ્ચે પાંચ દિૃવસ સુધી ખૂબ જ હળવો વરસાદૃ પડી શકે છે. તાપમાનની વાત કરીએ તો આગામી પાંચ દિૃવસ દૃરમિયાન ઉત્તર પશ્ર્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આગામી ૨૪ કલાક દૃરમિયાન, ઉત્તર-પશ્ર્ચિમ મેદૃાનો પર ૨૦-૩૦ કિમીથી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાઈ શકે છે. જેના કારણે દિૃલ્હીની હવાની ગુણવત્તા સુધરી શકે છે. તે જ સમયે, આગામી પાંચ દિૃવસ સુધી દૃેશના બાકીના ભાગોમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં.