ભારતે ક્યારે એલએસીના નિયમોનું ઉલ્લઘંન કર્યું નથી

  • ભારતીય સંરક્ષણ મંત્રાલયે નકાર્યો ચીનનો આરોપ, કહૃાું

    ભારતે ચીનના આરોપોનું ખંડન કર્યું છે. ચીને ભારત પર ઉશ્કેરવાની કાર્યવાહીનો આરોપ લગાવ્યો હતો, જેને ભારતે નકાર્યો છે. ચીનના આરોપ બાદ સંરક્ષણ મંત્રાલય તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ક્યારે એલએસીના નિયમોનું ઉલ્લઘંન કર્યું નથી.
    સંરક્ષણ મંત્રાલયે કહૃાું કે ભારતીય સેનાએ ક્યારે પણ ઉશ્કેરવાની કાર્યવાહી કરી નથી, પરંતુ ચીન એલએસી પર સતત ઉશ્કેરવાની કાર્યવાહી કરી રહૃાું છે. ચીનના સૈનિકોએ એલએસી પર હવામાં ફાયિંરગ દ્વારા અતિક્રમણનો પ્રયત્ન પણ કર્યો. ૭ સપ્ટેમ્બરના પીએલએએ ઘુસણખોરીનો પ્રયત્ન પણ કર્યો હતો. પૂર્વ લદાખમાં સોમવારની ઘટના પર ભારતીય સેનાએ કહૃાું, ચીન સ્થિતિને તણાવપૂર્ણ બનાવવા માટે સતત ઉશ્કેરવાની કાર્યવાહી કરી રહૃાું છે.
    ભારતીય સેનાએ ક્યારે પણ વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરી નથી અને ગોળીબાર સહિત કોઇ આક્રામક રીતનો ઉપયોગ કર્યો નથી. પીએલએના સૈનિકોએ ભારતીય સેનાને ડરાવવાનો પ્રયાસમાં હવામાં કેટલાક રાઉન્ડ ફાયિંરગ કર્યું હતું. નિવેદનમાં વધુમાં કહૃાું કે, ગંભીર ઉશ્કેરવા છતાં ભારતીય સેનાએ અત્યંત સંયમ રાખ્યો અને પરિપક્વ તેમજ જવાબદાર રીતે વ્યવહાર કર્યો.