ભારતે તેના આસપાસના દેશો સાથે કનેક્ટિવિટી વધારવાની જરૂર: આર્મી ચીફ

ભારતીય આર્મી ચીફ જનરલ મનોજ નરવાને  કહૃાું છે કે ભારતે તેના આસપાસના દેશો સાથે કનેક્ટિવિટી વધારવાની જરૂર છે, જેથી ભારતની આસપાસ યથાવત્ સ્થિતિ બદલવા માટે ચીન દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો સાથે કાર્યવાહી કરી શકાય. આર્મી ચીફ એમ.પી. નરવાનેએ કહૃાું કે, ચીન જે રીતે એકતરફી રીતે પડોશની વિવાદિત સરહદો પર સ્થિરતા બદલાવવાનો પ્રયાસ કરી રહૃાું છે, તેણે વિવાદ અને અવિશ્ર્વાસનું વાતાવરણ ઉભું કર્યું છે. જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરતાં જનરલ મનોજ નરવાને કહૃાું,  અને આંતરિક પર કેન્દ્રિત કનેક્ટિવિટી સીધી સુરક્ષા સાથે સંબંધિત છે. ઉત્તર-પૂર્વની સંભાવનાઓને બહાર લાવવી અને ચીની પ્રભાવને સંતુલિત કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કલાદાન મલ્ટી-મોડલ અને ત્રિપક્ષીય હાઇવે જેવા પડોશી દેશોમાં કનેક્ટિવિટી માટેની ભારતની આંતરરાષ્ટ્રીય યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતાં મનોજ નરવાને કહૃાું,  જે રીતે અમારા વચનો પૂરાં કરી શક્યા નહીં, તે પ્રાદેશિક જોડાણ માટેના અમારા પ્રયત્નોને નિષ્ફળ કરી. ઉત્તર પૂર્વ પર પડોશી દેશોમાં રાજકીય અસ્થિરતાના પ્રભાવ વિશે વાત કરતા નરવાને કહૃાું કે,  આસપાસના પાડોશી દેશોની પ્રવૃત્તિઓ સીધા ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારની સુરક્ષાને અસર કરે છે.” નેપાળ ભારતનો પરંપરાગત મિત્ર રહૃાો છે, પરંતુ તેમાં ચીની રોકાણો એટલા બધા થયા છે કે આજે નેપાળ સૌથી મોટા રાજકીય સંકટમાંથી પસાર થઈ રહૃાું છે.

આર્મી ચીફે ભારતના ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં એક આસામ રાઇફલ અને યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ચેલેન્જનું આયોજન કર્યું છે. સેના પ્રમુખનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે. જ્યારે ચીન પૂર્વી લદ્દાખના પેંગોંગ તળાવથી પોતાના સૈનિકો પરત ખેંચવાની સંમતિ આપી ચૂક્યું છે. જેને લઈને ગયા વર્ષે એપ્રિલ મહિનાથી બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહૃાો છે.