ભારતે પાક.આતંકી અબ્દૃુલ રહમાન મક્કીને યુએન-લિસ્ટેડ આતંકવાદૃી જાહેર કર્યો

ન્યૂયોર્ક,તા.૦૨
ભારતે પાકિસ્તાન સ્થિત આતંકવાદૃી અબ્દૃુલ રહમાન મક્કીને બુધવાર (૧ ફેબ્રુઆરી) એ સંયુક્ત રાષ્ટ્ર-લિસ્ટેડ આતંકવાદૃીના રૂપમાં સામેલ કર્યો છે. વિદૃેશ મંત્રાલય અનુસાર આ આદૃેશ તત્કાલ પ્રભાવથી લાગૂ થાય છે. અબ્દૃુલ રહમાન મક્કી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા નો ઉપ નેતા છે. અબ્દૃુલ રહમાન મક્કી આતંકી હાફિઝ સઈદૃનો સાળો પણ છે. વિદૃેશ મંત્રાલયે કહૃાું કે મક્કી એલઈટીનો નાયબ ચીફ છે જેણે એલઈટીના વિદૃેશી સંબંધો વિભાગના વડા અને શુરાના સભ્ય તરીકે સેવા આપી છે. બે અઠવાડિયા પહેલા, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃે આતંકવાદૃી અબ્દૃુલ રહેમાન મક્કીને વૈશ્ર્વિક આતંકવાદૃી તરીકે સૂચિબદ્ધ કર્યો હતો. ગયા વર્ષે ચીને લશ્કર-એ-તૈયબાના નેતાને વૈશ્ર્વિક આતંકવાદૃી તરીકે જાહેર કરવાના ભારતના પ્રયાસને નકારી કાઢ્યા પછી આ યાદૃી આવી હતી. મક્કીની સૂચિના જવાબમાં, વિદૃેશ મંત્રાલયે કહૃાું હતું કે ભારત આતંકવાદૃ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના અભિગમને અનુસરવા માટે પ્રતિબદ્ધ છે. વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા અિંરદૃમ બાગચીએ કહૃાુ હતુ કે અમે લશ્કર આતંકવાદૃી અબ્દૃુલ રહમાન મક્કીને લિસ્ટેડ કરવાના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃના પ્રતિબંધ સમિતિના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. અબ્દૃુલ રહમાન મક્કી આતંકવાદૃી હાફિઝ સઈદૃનો સાળો છે જે ૨૬/૧૧ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. બાગચીએ કહૃાું હતું કે અમે આંતરરાષ્ટ્રીય સમુદૃાય પર આતંકવાદૃ વિરુદ્ધ વિશ્ર્વસનીય, ચકાસી શકાય તેવી અને બદૃલી ન શકાય તેવી કાર્યવાહી કરવા દૃબાણ કરવાનું ચાલુ રાખીશું. ગયા વર્ષે ભારતે પ્રતિબંધ સમિતિ હેઠળ મક્કી (અબ્દૃુલ રહેમાન મક્કી) પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને અટકાવવા બદૃલ ચીનની ટીકા કરી હતી. આ પગલા પર, સંયુક્ત રાષ્ટ્ર (ેંદ્ગ) સુરક્ષા પરિષદૃના ૧૫માંથી ૧૪ સભ્યો ભારતની તરફેણમાં હતા.