ભારતે મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રે ચીનને પછાડવાનો સંકલ્પ લીધો છે: પ્રસાદ

દૂરસંચાર અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે સોમવારે કહૃાુ કે ભારતે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના દ્વારા વૈશ્ર્વિક કંપનીઓને આકર્ષિત કરવાની સાથે જ મોબાઈલ વિનિર્માણના ક્ષેત્રમાં ચીનને પાછળ છોડવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે. તેમણે કહૃાુ કે સરકાર બીજા ક્ષેત્રમાં પીએલઆઈ યોજનાના વિસ્તારથી ભારતને ઈલેક્ટ્રોનિક ઉત્પાદનુ વિનિર્માણ કેન્દ્ર બનાવવા ઈચ્છે છે.

રવિશંકર પ્રસાદે ઉદ્યોગ સંઘ ફિક્કીના વાર્ષિક અધિવેશનમાં કહૃાુ, અમે ઈચ્છતા હતા કે ભારત દુનિયામાં બીજુ સૌથી મોટુ મોબાઈલ વિનિર્માતા બને. હવે હુ ભારતને ચીનથી આગળ વધવા પર જોર આપી રહૃાો છુ. આ મારૂ લક્ષ્ય છે અને હુ આને સ્પષ્ટ રીતે પરિભાષિત કરી રહૃાો છુ. ભારત ૨૦૧૭માં દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ વિનિર્માણ દેશ બની ગયો હતો.

ઈલેક્ટ્રૉનિક્સ પર રાષ્ટ્રીય નીતિ ૨૦૧૯માં ૨૦૨૫ સુધી ઈલેક્ટ્રૉનિક વિનિર્માણને વધારીને ૨૬ લાખ કરોડ રૂપિયાથી વધારે કરવા પર જોર આપી દીધો છે. આમાંથી ૧૩ લાખ કરોડ રૂપિયા મોબાઈલ વિનિર્માણ ખંડથી આવવાની આશા છે.

રવિશંકર પ્રસાદે કહૃાુ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભારતને વૈકલ્પિક વિનિર્માણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે પીએલઆઈ યોજનાને લાવવામાં આવ્યા છે. તેમણે કહૃાુ કે પીએલઆઈનો હેતુ વિશ્ર્વસનીય કંપનીઓને ભારતમાં લાવવા અને ભારતીય કંપનીઓને વિશ્ર્વસ્તરીય બનાવવાનો છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પીએલઆઈ યોજના હેઠળ પાત્ર કંપનીઓને ૪૮,૦૦૦ કરોડ રૂપિયા સુધીનુ પ્રોત્સાહન મળી શકે છે.