ભારતે રશિયા સાથે AK-47 203 રાઇફલ્સનો સોદો કર્યો

  • ચીન સાથે ઘર્ષણ જારી છે ત્યારે ભારતનું મહત્વનું કદમ
  • આ તાજા સોદા હેઠળ આશરે એક લાખ AK-47 203 રાયલ્સ તો રશિયા તત્કાળમાં જ ભારતને મોકલી દૃેશે

ચીન સાથે લદ્દાખ સરહદ પર વધી રહેલા સંઘર્ષ દરમિયાન ભારતે રશિયા સાથે રાયફલો ખરીદવાનો એક મહત્વનો કરાર કર્યો છે. શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇજેશન(એસસીઓ) સમિટ દરમિયાન ભારતે મિત્ર દૃેશ રશિયા સાથે 203 AK-47 203 રાયફલ સોદાની પર સહી કરી છે. સમિટમાં પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથસિંહે AK-47 રાયફલના અત્યાધુનિક વર્ઝનની સાત લાખથી વધારે રાઇફલ્સ ખરીદીની મોટી ડીલ કરી છે. ખાસ બાબત એ છે કે આ રાઇફલ્સ ભારતમાં નિર્માણ પામશે.
એવું મનાય છે કે, AK-47 રાયફલ્સ હવે ઇન્ડિયન સ્મોલ આર્મ સિસ્ટમ INSAS અસોલ્ટ રાઇફલની જગ્યા લેશે. જે હિમાલયના ઉંચા પર્વતો પર જૈિંમગ અને મેગજીન ક્રેક થવાની સમસ્યાઓ સામે સારો વિકલ્પ સાબિત થશે.
મિત્ર દૃેશ રશિયાના જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં ભારતને સાત લાખથી વધુ AK-47 203 રાયફલ્સની જરુર છે. હથિયાર ખરીદીના આ સોદા હેઠળ આશરે એક લાખ AK-47 203 રાયલસ તો રશિયા તત્કાળમાં જ ભારતને મોકલી દૃેશે, જ્યારે બાકીના જથ્થાનું ભારતમાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ નિર્માણ કરવામાં આવશે. અહીં આ રાઇફલ્સ ઇન્ડો-રશિયા રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ સંયુક્ત રીતે ઉત્તર પ્રદૃેશના અમેઠીમાં બનાવશે.
દૃુનિયાની સૌથી આધુનિક અને એસોલ્ટ આ રાઇફલની કિંમત આશરે 1100 ડોલર આંકવામાં આવી રહી છે. તેની ખાસિયત એ છે કે વજનમાં હલકી, નાની અને ચલાવવામાં સરળ છે. સંપૂર્ણ લોડ કર્યા બાદ તેનુ વજન ચાર કિલોની આસપાસ થાય છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે એક મિનિટમાં 600 ગોળીઓ છોડે છે, 10 ગોળી દરેક સેંકન્ડે. તેને ઓટો અને સેમી ઓટો મોડમાં પણ ચલાવી શકાય છે.