ભારતે રસી મોકલતા બ્રાઝીલે સંજીવની લઈ જતા હનુમાનની તસવીર પોસ્ટ કરી આભાર માન્યો

ભારત અને બ્રાઝીલની વચ્ચે મિત્રતાભર્યા સંબંધ જગજાહેર છે પરંતુ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોનો અહીં અલગ જ જોડાણ દેખાય છે. ગયા વર્ષે હનુમાન જયંતી પર બોલ્સોનારોને એ ભારતે જ્યારે હાઇડ્રોક્લોરોક્વીન મોકલી તો તેમણે સંજીવની બુટ્ટી ગણાવી હતી. હવે આ ઘાતક વાયરસની રસી પહોંચાડવા પર ફરી એક વખત ભગવાન હનુમાનને યાદ કર્યા છે.

ભારતને કોરોના વાયરસ રસીના ૨૦ લાખ ડોઝ મળ્યા બાદ બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો એ ટ્વીટ કરી. તેમણે ભગવાન હનુમાનની સંજીવની બુટી લઇને જાય છે તેવી તસવીર ટ્વીટ કરીને પ્રધાનમંત્રી મોદી અને ભારતનો આભાર વ્યકત કર્યો. તેમણે હિન્દૃીમાં પણ ‘ધન્યવાદ લખીને ભારત પ્રત્યે સમર્થન વ્યકત કર્યું છે.

આની પહેલાં બોલ્સોનારો એ ગયા વર્ષે હનુમાન જયંતી પર આ મહામારી માટે ‘ગેમચેન્જર ગણાવીને દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીનને ‘સંજીવની બુટી ગણાવી હતી. તેમણે કહૃાું હતું કે જે રીતે હનુમાનજી એ સંજીવની બુટી લઇ ભગવાન રામે ભાઇ લક્ષમણના પ્રાણ બચાવ્યા હતા તેવી જ રીતે ભારતની તરફથી આપવામાં આવેલી આ દવાથી લોકોના પ્રાણ બચશે. તેમણે કહૃાું હતું કે ભારત અને બ્રાઝીલ મળીને આ મહાસંકટનો સામનો કરવામાં સક્ષમ હશે.

ભારત કોરોના વાયરસ મહામારીને નાથવામાં પોતાના પાડોશી દેશોની સાથે મિત્ર દેશોને પણ દિલ ખોલીને મદદ કરી રહૃાું છે.