ભારત અમેરિકા પાસેથી સેના માટે માનવરહિત હવાઇ વાહન રેવન ખરીદશે

ન્યુ દિલ્હી,
કોઈ પણ વિકટ સંજોગોમાં હુમલા માટે સંપૂર્ણપણે સજ્જ રહી શકાય તે માટે ભારતીય સેના પોતાની સૈન્ય ક્ષમતા વધારવા પ્રયત્ન કરી રહી છે. તાજેતરનો ચીન સાથેનો સરહદ વિવાદૃ હોય કે પછી પાકિસ્તાન સાથેનો તણાવ, આ બધાના કારણે સેના પોતાને સુઢ બનાવવાના કામે લાગેલી છે. સેના અમેરિકા પાસેથી હાથ વડે લોન્ચ કરી શકાય અને દૃૂરથી જ નિયંત્રિત કરી શકાય તેવા માનવરહિત હવાઈ વાહન ’રેવન’ ખરીદશે.
તે સિવાય અત્યાધુનિક ઈઝરાયલી સ્પાઈક ફાયરલાઈ ’લોયટિંરગ’ અને ૪૦ કિમીથી વધારે સીમા સાથે લાંબી દૃૂરીની ચોક્કસ હુમલો કરી શકે તેવી મિસાઈલ પણ સેનામાં સામેલ કરવામાં આવશે. એક તરફ સેના ભૂમિદૃળને મજબૂત કરવામાં લાગી છે તો વાયુસેના પણ આ મહીને પેરિસથી આવનારા પાંચ રાફેલ મલ્ટી-રોલ ફાઈટર જેટ મેળવશે. તે પૈકીના ચારનો ઉપયોગ ફ્રાંસમાં પ્રશિક્ષણ દૃરમિયાન કરવામાં આવશે. બીજી બાજુ ભારતીય નૌસેના આ વર્ષના અંત સુધીમાં પોતાની બીજી બેલાસ્ટિક મિસાઈલ-ફાયિંરગ પરમાણુ સબમરીન, આઈએનએસ અરિઘાટને કમિશન કરવા તૈયાર છે.
સાઉથ બ્લોકમાં આ ઘટના સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે, સેના ૨૦૦ આરક્યુ-૧૧ યુએવી હાંસલ કરવા માટે તૈયાર છે જે ૫૦૦ ફૂટની ઉંચાઈએ ૧૦ કિમી સુધી ઉડી શકે છે અને ૯૫ કિમી પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે. ચીન સાથેના સરહદૃ વિવાદૃને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ ઈઝરાયલ પાસેથી સ્પાઈક માર્ક ૩ એન્ટી ટેક્ધ ગાઈડેડ મિસાઈલ ખરીદૃી છે અને હવે સ્પાઈક ફાયરલાઈ ’લોયટિંરગ’ ખરીદૃવાની તૈયારી ચાલે છે. આ હથિયાર એક કિમીની સરહદૃમાં સંતાયેલા દૃુશ્મન સૈનિકો પર હુમલો કરી શકે છે.
આધુનિક ફાયરલાઈ હથિયારોમાં લક્ષ્ય ઓળખવાની જ નહીં, લક્ષ્ય સીમાથી આગળ વધી ગયું હોય તો તેને પાછું બોલાવવાની ક્ષમતા પણ છે. ભારતીય વાયુ સેના અને ભારતીય સેના લદ્દાખમાં ભારતીય પોશ્ર્ચરમાં સૌથી આગળ ઉભી છે. આ તરફ ભારતીય નૌસેના ચીની યુદ્ધ જહાજો વિરૂદ્ધ હિન્દ મહાસાગરમાં ટક્કર આપી રહી છે.