ભારત આજે આધુનિક્તા તરફ આગળ વધી રહ્યું છે : શ્રી મોદી

અમરેલી,
વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી ના મુખ્યાલયનુ શિલાન્યાસ કરવામાં આવ્યું તેમજ ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ લોન્ચ કર્યું.આ કાર્યક્રમમાં શજીઈ ઇન્ડિયાના સીઇઓ અને એમડીએ વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત કર્યુ. કાર્યક્રમમાં શ્રી વિતરાજયમંત્રીશ્રી પંકજભાઇ ચૌધરી,કેન્દ્રીય મંત્રીશ્રી નિર્મલા સિતારમણજી પ્રાસંગીક સંબોધન કર્યુ.
આ કાર્યક્રમમાં દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ માર્ગદર્શક સંબોધન કરતા જણાવ્યું કે. આજે ભારતનું વધતુ આર્થિક સામ્રાજય,ભારતની વધતી ટેક્નિકલ સ્કિલ તેમજ ભારત પર વિશ્વવના દેશોનો વધતો વિશ્વાસ માટે આ દિવસ ખૂબ મહત્વનો છે. ભારત આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ભારત આજે આધુનિક્તા તરફ આગળ વધી રહ્યુ છે તે દેશવાસીઓ માટે ગૌરવની વાત છે. આજે ગીફટ સિટીમાં ઇન્ટરનેશલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર,ઓથોરિટી ૈંખજીભછના હેડક્વોટર બિલ્ડીગનું શિલાન્યાસ કરવામાં આવ્યું. આ ભવન ભારતને આર્થિક મહાશક્તિ બનાવવા માટે પુરતી તકો ઉભી કરશે. ૈંખજીભછએ એક એન્બલર બનશે,ઇનોવેશનને સપોર્ટ કરશે.
અમદાવાદ,ગાંઘીનગર અને ગીફટસિટી આ ત્રણેય ખૂબ નજીક છે અને ત્રણેયની અલગ ઓળખ છે. અમદાવાદ ગૌરવશાળી ઇતિહાસ સાથે જોડાયેલુ છે, ગાંઘીનગર વહિવટનું કેન્દ્ર અને નિતી અને નિર્ણયનું મુખ્ય મથક છે અને ગીફટ સિટી એ અર્થતંત્રનું પ્રમુખ કેન્દ્ર છે. વાઇબ્રેન્ટ ફિન્ટેક સેન્ટરનો અર્થ માત્ર ઇઝયર બિઝનેસ ક્લાયમેટ,રિફોર્મસ અને રેગ્યુલેશન સુઘી સમિત નથી.આજે નવુ ભારત જૂના વિચારોને બદલી રહ્યુ છે. આજે ઇન્ટીગ્રેશન અમારા માટે સૌથી મહત્વ પુર્ણ એજેન્ડા છે. ગીફ્ટ સિટી ભારત સાથે ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી સાથે જોડાવાનું એક મહત્વપુર્ણ ગેટવે છે.આજે ભારત દુનિયાની સૌથી મોટુ અર્થતંત્રમાનું એક છે.ભારતમાં સોનુ મહિલાઓની આર્થિક શક્તિનું મોટુ માધ્યમ છે. સોનુ અમારા સમાજ અને સાંસ્કૃતિકનું મહત્વનો ભાગ છે. ભારત આજે સોના-ચાંદીનું ખૂબ મોટુ માર્કેટ છે.
આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ગીફટ સિટીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. આજે અંહી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેવાઓ નું હબ બનાવા જઇ રહ્યું છે. ગીફટ સિટીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને આપેલ કિંમતી ભેટ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વર્લ્ડ કલાસ ફાઇનાન્શિયલ ટેકનોલોજી સર્વિસીસ તેમજ અર્બન ઇન્ફાસ્ટ્રકચર ના નિર્માણ માટે વર્ષ 2007માં ગીફટ સિટીનો વિચાર પસ્થાપિત કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય નાણામંત્રીશ્રી નિર્મલા સિતારમણ, કેન્દ્રીય રાજયનાણામંત્રીશ્રી ડો.ભાગવત કરડ, કેન્દ્રીય વિતમંત્રીશ્રી પકંજભાઇ ચૌધરી,રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ,પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ અને રાજયના નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇ સહિત રાજયના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાસંદશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.