ભારત આપણું દૃુશ્મન પણ વિરાટ, રોહિત શર્માની નિંદા નહી કરી શકું: અખ્તર

પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે ફરી એક વખત નિવેદનના કારણે ચર્ચામાં આવ્યો છે. શોએબ અખ્તરે ભારતને એક દૃુશ્મન દૃેશ ગણાવ્યો છે. તેમણે એક ઇન્ટરવ્યુ દરમિયાન એમ પણ કહૃાું કે ભલે ભારત તેમનો દૃુશ્મન દૃેશ છે, તેમ છતાં તે વિરાટ કોહલી અને રોહિત શર્માની નિંદા નહીં કરી શકે. આ ઉપરાંત પાકિસ્તાન ક્રિકેટ ટીમની ટીકા કરવાના સવાલ પર શોએબ અખ્તરે તીવ્ર પ્રતિક્રિયા આપી. શોએબ અખ્તરે પાકિસ્તાની યુટ્યુબ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું માત્ર પાકિસ્તાની ટીમની ટીકા કરતો નથી. હું ભારતીય ટીમની પણ ખૂબ ટીકા કરી ચુક્યો છું. પરંતુ તમે વિરાટ કોહલીની ટીકા કેવી રીતે કરી શકો છો. વિરાટ કોહલીએ ૧૨ હજાર રન બનાવ્યા, આ અંગે તમે શું કહેશો? તેના આટલા ૧૦૦ છે તમે શું કરશો? રોહિત શર્માની ત્રણ ડબલ સેન્ચ્યુરી છે. બુમરાહ વિશે તમે શું કહેશો? આપણો દૃુશ્મન દૃેશ છે પણ તેમની અંદર દમ છે. વિરાટ કોહલી એક મહાન બેટ્સમેન બની ગયો છે, તમે તેના વિશે શું કહેશો, શું હું તેને કહી દઉ કે તે ખરાબ માણસ છે.
૨૦૧૦ પહેલા વિરાટ કોહલી કંઈ નહોતો. વિરાટ કોહલી મારા જેવો સામાન્ય છોકરો હતો. બોર્ડે વિરાટ કોહલીને ટેકો આપ્યો. વિરાટ કોહલી બનાવવામાં આવ્યો છે. અમારી ટીમ મેનેજમેન્ટે કંઇ કર્યું નથી. આપણે ત્યાં એવું છે કે ક્રિકેટરોને બગાડવામાં આવે છે. તેઓ બરબાદ કરી દૃેવામાં આવે છે. જો વિરાટ કોહલી રન બનાવી રહૃાો છે, તો તેના વિશે શું કહું. શોએબ અખ્તરે કહૃાું, આપણે ત્યાં ‘બાબર આઝમની તુલના વિરાટ સાથે કરવામાં આવી રહી છે. અરે ભાઈ તેને રમવા દો બાબર આઝમને ઝડપી રમવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. જો ટીમમાં ખોટા લોકોની પસંદગી કરવામાં આવે તો તમે શું કહો છો?
જો સત્ય પચતું નથી તો તે મારી સમસ્યા નથી. જો તમારી પાસે સત્ય સાંભળવાની હિંમત નથી, તો પછી તમે તમારી જાતને કેવી રીતે સુધારશો? શોએબ અખ્તરે પાકિસ્તાની ટીમને ડરપોક ગણાવી. તેણે કહૃાું કે તે ઇંગ્લેન્ડ પ્રવાસ પર આવી ટેસ્ટ હારી જાણે કોઇ કાયર હોય. શોએબ અખ્તરે કહૃાું કે અસદ શફીકે ૮૦-૮૦ ટેસ્ટ મેચ રમી છે અને તે જાણે એ રીતે રમતો હોય જાણે પહેલી વાર ટેસ્ટ મેચ રમી રહૃાો હોય.