ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વનડેમાં રમ્યા ૪ ભાઈ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પુણેમાં પ્રથમ વનડે દરમિયાન ટીમ ઇન્ડિયાએ ભવ્ય જીત મેળવી છે. ઇંગ્લેન્ડને ૬૬ રનની કારમી હાર મળી છે. આ સાથે જ વિરાટ કોહલીની સેનાએ આ શ્રેણીમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે.

પ્રથમ વનડે દરમિયાન ટીમ ઈન્ડિયા અને ઇંગ્લેન્ડની ટીમમાં કંઈક એવું જોવા મળ્યું જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખૂબ જ દુર્લભ છે. બંને ટીમમાં ૨-૨ ભાઈઓ રમી રહૃાા હતા, આ એક સંયોગ છે જે કાયમ માટે યાદગાર બની ગયો.

ટીમ ઈન્ડિયા વતી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા મેદૃાનમાં ઉતર્યા હતા. આ બંનેમાં ક્રુણાલ વયમાં મોટો છે, પરંતુ હાર્દિકે ક્રુણાલ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

ઇંગ્લેન્ડ તરફથી સેમ કરન અને ટોમ કરન પ્રથમ વનડેમાં સામેલ થયા હતા. ટોમ આ બંનેમાં મોટો છે. ટોમે વર્ષ ૨૦૧૭માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યારે સેમે ઈંગ્લેન્ડની ટીમમાં ૨૦૧૮માં ડેબ્યુ કર્યું હતુ.