- ચીનની નાપાક હરકતોનો જવાબ આપવા ભારત સજ્જ
- આ પગલાથી ૩,૪૮૮ કિલોમીટર લાંબી લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ પર યથાસ્થિતિ બદલાઈ જવાના આશા
નવી દિલ્હી, તા. ૩૦
લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ પર ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતે પણ ચીનની કોઈપણ હરકતનો તાત્કાલિક જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી લીધી છે. પૂર્વ લદ્દાખમાં બંને દૃેશોની વચ્ચે સૈન્ય તણાવ લાંબો ખેંચાવાનાં સંકેતોની વચ્ચે ભારત ચીનથી અડીને આવેલી સરહદ પર ૩૫,૦૦૦ વધારાનાં સૈનિકોને તૈનાત કરવા જઇ રહૃાું છે. બ્લૂમર્ગનાં એક રિપોર્ટમાં વરિષ્ઠ ભારતીય અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે આ જાણકારી આપવામાં આવી છે.
અધિકારીઓએ મીડિયા સાથે વાતચીતનાં નિયમોને આગળ ધરીને ઓળખ ના જાહેર કરવાની શરતે જણાવ્યું કે આ પગલાથી ૩,૪૮૮ કિમી લાંબી લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ પર યથાસ્થિતિ બદલાઈ જશે. ૧૫ જૂનનાં પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનનાં સૈનિકોની વચ્ચે લોહિયાળ સંઘર્ષ બાદ બંને દૃેશોની વચ્ચે તણાવ વધારે વધી ગયો હતો, જેને ઓછો કરવા માટે અનેક તબક્કાની વાતચીત થઈ ચુકી છે. લોહિયાળ સંઘર્ષમાં ભારતનાં ૨૧ જવાનો અને ઑફિસર શહીદ થયા હતા, જ્યારે ચીનનાં ઓછામાં ઓછા ૪૫ સૈનિકો માર્યા ગયા હતા. બેઇિંજગે પોતાના સૈનિકો માર્યા ગયા હોવાની વાત તો કબૂલ કરી હતી, પરંતુ સત્તાવાર રીતે તેમની સંખ્યા નહોતી જણાવી. ગલવાન ખીણમાં થયેલા લોહિયાળ સંઘર્ષ બાદ ભારતે પણ સરહદ પર અતિરિક્ત સૈનિકો, તોપો અને ટેક્ધો સજ્જ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે સ્થિતિની માંગ છે કે ત્યાં હજુ પણ વધારે સૈનિકો મોકલવામાં આવશે. ભારત અત્યાર સુધી પાકિસ્તાનથી અડીને આવેલી સરહદ પર જ સૈન્ય તૈનાતી પર ખાસ ધ્યાન આપતુ રહૃાું છે, કેમકે સરહદ પારથી આતંકવાદી ઘુસણખોરી અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનાં નાપાક ષડયંત્રનાં પ્રયત્ન ચાલતા રહે છે. હવે ભારત એલએસી પર પણ સૈન્ય વધારી રહૃાું છે અને પૂર્વ લદ્દાખથી લઇને પૂર્વોત્તરનાં રાજ્યોમાં સરહદ પર ચીનની હરકત પર નજર રાખી રહૃાું છે. ભારત પોતાની સેના પર સૌથી વધારે ખર્ચ કરનારો ત્રીજો દૃેશ છે અને ભારતીય સેના પણ દૃુનિયાની સૌથી મોટી સેનાઓમાંથી છે. મિલિટરી પર સૌથી વધારે ખર્ચ કરતો દૃેશ હોવા છતા પણ ભારતની સેનાઓનાં આધુનિકીકરણની ઘણી જ જરૂર છે. રક્ષા બજેટનો ૬૦ ટકા ભાગ સૈલરી અને પેન્શનમાં જાય છે. બજેટનો બાકીનો ભાગ હથિયારો ખરીદવામાં ખર્ચ થાય છે. એલએસી પર સૈનિકો વધારવાથી નિષ્ણાતોનું માનવું છે કે આનાથી રક્ષા બજેટ પર ભાર વધશે.