ભારત-ઓસ્ટ્રેલિયાની પ્રથમ એડિલેડ ટેસ્ટમાંથી ડેવિડ વોર્નર થયો બહાર

ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઓપિંનગ બેટ્સમેન ડેવિડ વોર્નર ભારત વિરુદ્ધ ૧૭ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી એડિલેડ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે આ જાણકારી આપી છે. હવે ડેવિડ વોર્નરની નજર બોક્સિગં ડે ટેસ્ટથી વાપસી કરવા પર છે. વોર્નરને ભારત વિરુદ્ધ સિરીઝની બીજી વનડે મેચ દરમિયાન ઈજા થઈ હતી. તેણે તે મેચમાં ૮૩ રન બનાવ્યા હતા.

ફીલ્ડિંગ દરમિયાન ઈજા થતાં તેણે મમેદૃાન છોડી બહાર જવું પડ્યું હતું. વોર્નરે એક નિવેદનમાં કહૃાુ, મને લાગે છે કે ઓછા સમયમાં હું વધુ રિકવર થયો છો, મને લાગે છે કે મારા માટે તે સારૂ થશે કે હું અહીં સિડનીમાં રહીને સંપૂર્ણ ફિટનેસ હાસિલ કરવાનો પ્રયાસ કરુ. તેણે કહૃાુ, ’ઈજામાંથી રિકવરી થી રહી છે પરંતુ મારે પોતાને અને ટીમના સાથીઓને તે સમજાવવા પડશે કે ટેસ્ટ મેચ માટે ૧૦૦ ટકા ફિટ છું.

હાલ તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે વોર્નરનું સ્થાન કોણ લેશે પરંતુ કેમરન ગ્રીને હાલમાં ઓસ્ટ્રેલિયા એ માટે રમતા ભારત એ વિરુદ્ધ સદી ફટકારી હતી. ભારત તરફથી આ ટીમમાં મજબૂત બોલિંગ આક્રમણ ઉતારવામાં આવ્યુ હતુ. તો આ સિવાય યુવા વિલ પુકોવસ્કી અને અનુભવી જો બર્ન્સ જે ટોપ ઓર્ડરમાં સ્થાનના દાવેદાર છે, બંન્ને કોઈ પ્રભાવ છોડવામાં નિષ્ફળ રહૃાા હતા. આ સિવાય પુકોવસ્કીને હેલમેટ પર બોલ લાગ્યા બાદ મેદાનમાંથી બહાર જવુ પડ્યુ હતું.