ભારત કેનેડા આપશે કોરોના વેક્સિન: વડાપ્રધાન મોદી સાથે ટુડોએ કરી વાતચીત

કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન કોરોના વેક્સીનના સપ્લાઇ મુદ્દે વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.

વડાપ્રધાન મોદી એ ટ્વિટ કરીને કહૃાું કે,”મારા મિત્ર જસ્ટિન ટ્રુડોનો ફોન આવ્યો તેની ખુશી છે. મેં ખાતરી આપી હતી કે, કેનેડા દ્વારા માંગવામાં આવેલી કોરોના રસીના પુરવઠાની સુવિધા માટે ભારત શ્રેષ્ઠ પ્રયાસો કરશે. અમે હવામાન પરિવર્તન અને વૈશ્ર્વિક આર્થિક સુધાર જેવા અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહયોગ ચાલુ રાખવા પણ સંમત થયા છે.

ભારત ઘણા દેશોમાં કોરોના રસી સપ્લાય કરી રહૃાો છે. જસ્ટિન ટ્રુડોએ પણ રસી ડોઝ માટે ભારત પાસે માગ કરી હતી.કેનેડાએ ત્રણ નવા કૃષિ કાયદા સામે ભારતમાં ખેડૂતોના આંદોલનને ટેકો આપ્યો હતો. જસ્ટિન ટ્રુડોએ કહૃાું કે, “કેનેડા વિશ્ર્વમાં ક્યાંય પણ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાના ખેડૂતોના હક્કોની સુરક્ષા માટે ઉભો રહેશે.

ભારતે કોરોના મહામારી બાદ બે વેક્સિન તૈયાર કરી લીધી છે. ભારતે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશીલ્ડનું સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા જ્યારે કોવેક્સિન ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવી છે. દેશભરમાં વ્યાપક પ્રમાણમાં વેક્સિનેશન પ્રોગ્રામ ચલાવી રહૃાું છે.