ભારત-ચીન બૉર્ડર પર સ્થિતિ ખરાબ, અમે મદદ માટે તૈયાર: ટ્રમ્પ

  • મોદી મારા ઘણા સારા મિત્ર છે, ભારતીય-અમેરિકન મને જરૂર મત આપશે
  • મોદીસારા મિત્ર, સારા વ્યક્તિ અને સારી રીતે કામ કરનારા રાજનેતા છે

    અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન સીમા વિવાદને જોખમી ગણાવ્યો છે. તેમણે કહૃાું છે કે, બંને દૃેશો વચ્ચે સીમા પર સ્થિતિ ખૂબ ખરાબ છે અને ચીન તે વિવાદ વધારી રહૃાો છે. હું આ મુદ્દે બંને દૃેશોની મદદ કરવા માંગુ છું. આ મુદ્દે ભારત અને ચીન સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે.
    વડાપ્રધાન મોદીના વખાણ કરતાં ટ્રમ્પે કહૃાું- નરેન્દ્ર મોદી મારા ઘણાં સારા મિત્ર છે. તેઓ શાનદાર રીતે કામ કરી રહૃાા છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મને ભારતીય મૂળના લોકોનું સંપૂર્ણ સમર્થન મળશે.
    વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ કહૃાું- ભારત અને ચીન સીમા વિવાદ જોખમી સ્થિતિમાં પહોંચી ગયો છે. ચીન આ તણાવ વધારી રહૃાો છે. પરંતુ અમે ઈચ્છીએ છીએ કે આ વિવાદનો ઉકેલ આવે. હું તેમાં મદદ કરવા તૈયાર છું. અમે બંને દૃેશોના સંપર્કમાં છીએ. જો આ વિવાદનો ઉકેલ લાવવા માટે અમે કઈ કરી શકીએ એમ હોઈએ તો અમે હંમેશા તૈયાર છીએ. જ્યારે ટ્રમ્પને એવું પુછવામાં આવ્યું કે, શું ચીન ભારતને ધમકાવે છે? ત્યારે ટ્રમ્પે કહૃાું- એવું ચોક્કસ હોઈ શકે છે.
    ટ્રમ્પે વડાપ્રધાન મોદી વિશે પૂછવામાં આવેલા એક સવાલમાં કહૃાું કે, નરેન્દ્ર મોદી મારા મિત્ર છે અને તેઓ એક શાનદાર નેતા છે. તેઓ મુશ્કેલ સમયમાં પણ ખુબ સરસ રીતે કામ કરી રહૃાા છે. મોદી માત્ર નેતા જ નહીં એક સારા વ્યક્તિ પણ છે. ફેબ્રુઆરીમાં ભારત પ્રવાસનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે કહૃાું કે, તે ખૂબ સારી મુલાકાત હતી, ભારતના લોકો ખુબ સારા છે.
    ટ્રમ્પે મોદીના હૃાુસ્ટન હાઉડી મોદી કાર્યક્રમના પણ વખાણ કર્યા હતા. કહૃાું હતું કે, ભારત અને વડાપ્રધાન મોદી પાસેથી અમને ઘણો સપોર્ટ મળ્યો છે. મને વિશ્ર્વાસ છે કે, ચૂંટણીમાં ભારતી મૂળના લોકો ટ્રમ્પને જ વોટ આપશે.