ભારત-ચીન વિવાદ વચ્ચે રક્ષામંત્રી રાજનાથસિંહ રશિયા રવાના

ભારત-ચીન તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથસિંહ આજે રશિયાના પ્રવાસ માટે રવાના થયા છે. રક્ષા મંત્રી રશિયાના ૩ દિવસના પ્રવાસ માટે રવાના થયા છે. આ ૩ દિવસોમાં તે શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેશે. આ વચ્ચે સુત્રોએ જાણકારી આપી છે કે એસસીઓની બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહ ચીનના રક્ષામંત્રી સાથે મુલાકાત નહીં કરે.
૪ સપ્ટેમ્બરના રોજ રાજનાથસિંહ એસસીઓની બેઠકમાં સામેલ થવાના છે. જાણકારી પ્રમાણે શાંઘાઈ સહયોગ સંગઠનની આ બેઠકમાં ચીનના રક્ષા મંત્રી વેન ફેંગ પણ સામેલ થઈ શકે છે. ભારત અને ચીનની વચ્ચે હાલના તણાવ વચ્ચે આ મહત્વપુર્ણ બેઠકમાં પહેલીવાર બંને દૃેશ આમને-સામને હશે. આ સંગઠનમાં ભારત અને રશિયાની સાછે ચીન પણ સભ્ય છે.
રાજનાથસિંહ આ બેઠકમાં ભાગ લીધા બાદ પાંચ સપ્ટેમ્બરે ભારત પરત ફરશે. પાંચ સપ્ટેમ્બરની સાંજે રાજનાથસિંહ મોસ્કોથી દિલ્હી પરત ફરશે. ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં હાલમાં થયેલી અથડામણ વચ્ચે રાજનાથસિંહની મોસ્કો યાત્રા અને એસસીઓની બેઠક ખુબ જ મહત્વપુર્ણ છે. આ બેઠકમાં રાજનાથસિંહ ચીન સામે કડક આપત્તિ દર્શાવે તેવું પણ માનવામાં આવી રહૃાું છે.