-ભારત દરેક ક્ષેત્રે ખુબ આગળ વધશે અને મહાસત્તાના રૂપમાં બહાર આવશે

મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો.
મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,પ્રગતિકારક દીવસ રહે.
કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.
સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય.
તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે.
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,દિવસ આનંદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે.
મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે.

વર્ષ 2021 પૂર્ણ થવાને આરે છે અને 2022 આવી રહ્યું છે. ન્યુમરોલોજી પ્રમાણે આગામી વર્ષ શુક્રનું રહેશે. વર્ષની શરૂઆતમાં જ બધા ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે આવી જાય છે જે યોગને આપણે કાલસર્પયોગ તરીકે ઓળખીએ છીએ. અગાઉ કહ્યું તેમ કોઈ પણ ખરાબ યોગની સારી અસર પણ હોય જ છે તે મુજબ જોઈએ તો જયારે જયારે કાલસર્પયોગ બને છે ત્યારે તમામ ગ્રહોની તાકાત તે રાહુને સોંપે છે અને રાહુ જ્યાં હોય તે સ્થાન અને રાશિ અને જોડાણ મુજબ તેનો ઉપયોગ કરે છે. આ કાલસર્પયોગમાં રાહુ મહારાજ વૃષભ રાશિમાં છે માટે રાહુ આ તાકાત શુક્ર માટે ઉપયોગમાં લેશે વળી ભારતની કુંડળીમાં આ યોગ લગ્ને જ બની રહ્યો છે માટે આ યોગ અને તકલીફો વચ્ચે પણ ભારતવર્ષને આગળ લાવવામાં મદદ કરશે અને વર્ષ 2022 કે જે શુક્રનું વર્ષ છે તેમાં ભારત દરેક ક્ષેત્રે ખુબ આગળ વધશે અને એક મહાસત્તાના રૂપમાં બહાર આવશે પરંતુ આ સફરમાં તેને ઘણી તકલીફોમાં થી પસાર થવું પડશે. રાહુ મહારાજ હાવી થતા હોવાથી અનેક રીતે આતંકવાદ અને પાડોશી દેશના કાવત્રાઓનું તેણે ભોગ બનવું પડશે વળી રાહુ વ્યસનનો કારક છે માટે ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કના નિશાન પર ભારત રહેશે તથા ભારતને તહેસનહેસ કરવા માટે દુશ્મનો ડ્રગ્સનો અને આતંકવાદનો વધુને વધુ સહારો લેશે આ ઉપરાંત બધા જ અસંતુષ્ટ સંગઠનોને બહારની એજન્સીઓ નાણાકીય મદદ કરી ભારતને બરબાદ કરવાની એક પણ તક ચુકશે નહિ પરંતુ અંતમાં ભારત આ બધી મુશ્કેલીઓમાંથી બહાર આવી મહાસત્તા બનવા તરફ પ્રયાણ કરશે. 19 નવેમ્બરના ગ્રહણ પછી તરત જ ગુરુ મહારાજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે જે મિથુન રાશિ, સિંહ રાશિ અને તુલા રાશિ માટે ઘણું જ શુભ પુરવાર થશે.