ભારત દુનિયામાં મક્કમતાથી આગળ વધે છે : શ્રી નરેન્દ્ર મોદી

અમરેલી,
દાહોદ ખાતે આદિવાસી મહાસંમેલન દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિશેષ ઉપસ્થિતમાં તેમજ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ ,રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ગરીમાય ઉપસ્થિતિમાં યોજાયો. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિજાતિ વિસ્તારને કુલ રૂપિયા 21 હજાર કરોડથી વધુના રૂપિયાના વિકાસ કાર્યોના શિલાન્યાસ અને ખાતમુહુર્ત અને લોકાર્પણ રિમોર્ટનું બટન દબાવી કર્યું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના આદીજાતી વિકાસના મંત્રીશ્રી નરેશભાઇ પટેલે પ્રાસંગીક સંબોધન કર્યું
આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, દાહોદ જીલ્લો એટલે ગુજરાતના પુર્વ દરવાજા તરીકે ઓળખાતો વિસ્તાર.દરરોજ સવારે સુર્યનું પહેલું કિરણ દાહોદમાં પ્રવેશી આખા ગુજરાતને ઝળહળે છે. આજે આદિવાસી પંથકને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે મળનારી વિકાસના કામોની ભેટથી આદિવાસી વિસ્તાર ઝળહળશે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે,આજે અંહી આદિવાસી ભાઇ-બહેનો મોટી સંખ્યામાં આપણને આશિર્વાદ આપવા આવ્યા છે. ઉમરગામથી અંબાજી ગુજરાતની આ પુર્વ પટ્ટી આદિવાસી ક્ષેત્ર મારો કાર્યક્ષેત્ર હતું આદિવાસી ભાઇ-બહેનોએ મારા માર્ગદર્શક રહ્યા અને મને ઘણું શિખવાડ્યું છે. જેમાં દાહોદને સ્માર્ટ સિટી બનાવવાના કામોના પણ પ્રોજેકટનો સમાવેશ છે. દાહોદ હવે મેક ઇન ઇન્ડિયાનું મોટું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. વધુમાં જણાવ્યું કે, આજે મારા દાહોદમાં આદિવાસી વિસ્તારમાં આટલું મોટા રોકાણથી હજારો યુવાનોને રોજગારી આપશે. નવા કારખાનોથી મોટી સંખ્યામાં યુવાનોને રોજગારી મળશે. આજે એક નવું દાહોદ બનવા જઇ રહ્યું છે. દાહોદ હવે વડોદરા થી આગળ જવા મહેનત કરી રહ્યું છે તેમ લાગી રહ્યું છે. દાહોદમાં ઘણો સમય વિતાવ્યો છે. આજે મને ગર્વ થાય છે કે હું મુખ્યમંત્રી હતો ત્યારે આવો મોટો કાર્યક્રમ કરી ન હતો શકયો અને આજે ગુજરાતના લોક લાડિલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે મોટો કાર્યક્રમ કરી મોટી સંખ્યામાં જન સાગર મારી સામે છે તેના માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ ને અભિનંદન પાઠવ્યા. વધુમાં જણાવ્યું કે, કોરોના જેવી મહામારી આવી, દુનિયામાં યુદ્ધની ઘટનાઓ જેવી મુશકેલી વચ્ચે આજે દેશ દુનિયાની સામે ધીરજ પુર્વક,અનિશ્ચતા વચ્ચે મક્કમતા પુર્વક આગળ વઘી રહ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રી અશ્વીની વૈષ્ણવ, કેન્દ્રીયમંત્રીશ્રી દર્શનાબેન જરદોશ, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, રાજયમંત્રીશ્રીઓ શ્રી નરેશભાઇ પટેલ, શ્રી મનિષાબેન સુથાર, શ્રી જીતુભાઇ ચૌધરી, સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, ધારાસભ્યશ્રીઓ સહિત આમંત્રીત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.