ભારત પોતાની વાસ્તવિક રક્ષા જરૂરિયાતોથી વધારે હથિયાર જમા કરી રહૃાું છે

  • રાફેલ આવતા જ ભારતના દૃુશ્મન પાકિસ્તાનની શાન ઠેકાણે આવી

    ઇસ્લામાબાદ,
    રાફેલ ફાઇટર જેટ ભારતીય વાયુસેનામાં સામેલ થતા જ પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે ભારત પોતાની વાસ્તવિક રક્ષા જરૂરિયાતોથી વધારે હથિયારો જમા કરી રહૃાું છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે વિશ્વ સમુદાયને અપીલ કરી છે કે તે ભારતને હથિયાર જમા કરતા રોકે. પાકિસ્તાને કહૃાું કે, આનાથી દક્ષિણ એશિયામાં હથિયારોની હોડ શરૂ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ૭ હજાર કિલોમીટરની સફર કરીને પાકિસ્તાનની એરસ્પેસથી અડીને ગુજરાતનાં રસ્તાથી અંબાલા એરબેઝ પહોંચેલા આ રાફેલ જેટે પાકિસ્તાનની ચિંતા વધારી દીધી છે.
    રાફેલનો ખૌફ એવો છે કે આ વિમાનોનાં આવ્યાની ઠીક પહેલા પાકિસ્તાનનાં એરફોર્સ ચીફને આર્મી ચીફ કમર જાવેદ બાજવા સાથે ઇમરજન્સી બેઠક કરવી પડી છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે કહૃાું કે, ભારત સતત પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા અને ગુણવત્તા બંને વધારી રહૃાું છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહૃાું કે, આ પરેશાન કરનારું છે કે ભારત સતત પોતાની જરૂરિયાતથી વધારે સૈન્ય ક્ષમતા ભેગી કરી રહૃાું છે. ભારત હવે બીજો સૌથી મોટો હથિયારોનો આયાતકાર દેશ બની ગયો છે. આ દક્ષિણ એશિયામાં રણનૈતિક સ્થિરતાને ખરાબ રીતે પ્રભાવિત કરી રહૃાું છે.
    પાકિસ્તાનનો આ તણાવ યોગ્ય છે. રાફેલનાં આવવાથી પાકિસ્તાનનાં ઘરમાં ઘુસીને એરસ્ટ્રાઇક કરનારી ભારતીય સેનાની તાકાત વધી ગઈ છે. ઇરાક અને લીબિયામાં પોતાના યુદ્ધ કૌશલનું શાનદાર પ્રદર્શન કરનારા રાફેલ વિમાનોની સીધી ટક્કર અમેરિકા નિર્મિત એફ-૧૬ ફાઇટર જેટ સાથે થશે. નિષ્ણાતો પ્રમાણે રાફેલ યુદ્ધમાં ગેમચેન્જર સાબિત થશે અને આના આવવાથી પાકિસ્તાની એરફોર્સ પર દબાવ વધશે. એટલું જ નહીં પાકિસ્તાની એરફોર્સે હવે એક રાફેલને રોકવા માટે ૨ એફ-૧૬ યુદ્ધ વિમાનો લગાવવા પડશે.