ભારત પોતાની સરહદ પર એકતરફી બદલવા માટે મંજૂરી ક્યારે નહિ આપે: આર્મી ચીફ

એલએસી પર ચીની સેનાએ અભ્યાસની વચ્ચે આર્મી અને એરફોર્સ ચીફનું નિવેદન સામે આવ્યું છે. એકબાજુ આર્મી ચીફ નરવણેએ સરહદ પર સેનાની સ્થિતિની માહિતી આપી. તો વાયુસેના પ્રમુખ આર.કે.ભદૃૌરિયાએ પણ લદ્દાખ સરહદની મુલાકાત લીધી છે.

આર્મી ચીફે કહૃાું કે ભારત પોતાની સરહદ પર એકતરફી બદલાવ માટે મંજૂરી કયારેય આપશે નહીં. સાથો સાથ અમારો પ્રયાસ રહેશે કે એપ્રિલ ૨૦૨૦ની જેમ જ બંને સેનાઓની યથા સ્થિતિ પુન:સ્થાપિત રહે. નરવણે એ સ્પષ્ટ કહૃાું કે ભારતની ઉત્તર સરહદથી લાગેલા વિસ્તારમાં મહત્વપૂર્ણ વિસ્તારો પર આપણા જવાનોનું નિયંત્રણ પહેલાં જેવું જ બન્યું છે.

તેમણે આગળ કહૃાું કે પૂર્વ લદ્દાખમાં આપણી સેના ચીનની સાથે દ્રઢતાથી અને તણાવ વધાર્યા વગર મોરચા પર લાગેલી છે. કોઇપણ સ્થિતિને નાથવા માટે આપણી પાસે પૂરતા જવાન છે. સેના પ્રમુખે કહૃાું કે ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે કે તમામ વિવાદાસ્પદ પોઇન્ટસ પરથી સૈનિકોની વાપસી થવાથી પહેલાં તણાવ ઓછો થઇ શકે નહીં.

આ બધાની વચ્ચે વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એસ.ભદૃૌરિયા શુક્રવારના રોજ લેહ પહોંચશે અને ચીન સરહદથી અડીને આવેલા સૈન્ય ક્ષેત્રોનો પ્રવાસ કર્યો. ભદૃૌરિયાએ કહૃાું કે અહીં વાયુસેનાના અધિકારીઓ સાથે સુરક્ષા પર વાત થઇ અને જવાનોનો હૌંસલો વધાર્યો. લેહ અને કારગિલ જિલ્લામાં વાયુસેનાની ઓપરેશનલ તૈયારીઓની માહિતી લેતા વાયુસેના પ્રમુખે અધિકારીઓની સુરક્ષા સ્થિતિ પર વાત કરી.