ભારત બંધ: નળસરોવર પાસે અસામાજિક તત્વોએ એસટી બસ રોકી કાચ તોડ્યા

ખેડૂતોને લઈને અપાયેલા ભારત બંધના એલાનમાં રાજ્યમાં ક્યાંય હિંસક ઘટના બની ન હતી. જોકે નળસરોવર પાસે અસામાજિક તત્વોએ એસટી બસના કાચ તોડ્યાનો બનાવ બન્યો છે. અમદાવાદ જિલ્લાના અણિયાળ ગામ પાસે ભારત બંધના સમર્થનમાં કેટલાક લોકોએ એસટી બસ રોકી હતી અને બસ પર પથ્થર ફેકંયા જેથી બસના કાચ તોડ્યા હતા.
ભારતબંધના પગલે કેટલાક લોકો દ્વારા પબ્લીક ટ્રાન્સપોર્ટને અટકાવવાનો પ્રયાસ કરવામા આવ્યો. શહેરના વિજય ચારરસ્તા પાસે એએમટીએસ બસની ચાવી લઇ બે શખ્સો ફરાર થઇ ગયા. રૂટ નંબર ૪૬ સરક્યુલર રૂટની બસ વિજય ચાર રસ્તાથી એચ એલ કોલેજ તરફ જતી હતી ત્યારે એક્ટીવા પર આવેલા બે વ્યક્તીઓ દ્વારા તેને અટકાવવામાં આવી. જે બાદ બંને બસમા રહેલી ચાવી લઇ બે લોકો ફરાર થઇ જતા પોલીસ અને એ એમ ટી એસના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.