ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમનું એલાન કરવામાં આવ્યુ છે. ઓલરાઉન્ડર મોઇજેસ હેનરીક્સને ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયા ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, કારણ કે યજમાન ટીમમાં ખેલાડીઓ ઇજાગ્રસ્ત થઇ રહૃાા છે. ઝડપી બોલર સીન એબોટ શનિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડે-નાઈટ મેચમાં કાલ્ફ સ્ટ્રેન બાદ હેનરિક્સ અને બાકીની ઓસ્ટ્રેલિયા ટીમ સાથે એડિલેડની યાત્રા કરશે નહીં. હેનરિક્સે તેની બીજી ઓસ્ટ્રેલિયા-એ પ્રેક્ટિસ મેચ રમવાની હતી, સોમવારે હેનરીક્સે ફિટનેસ ટેસ્ટ પાસ કરી હતી. ૩૩ વર્ષના મોઇજેસ હેનરીક્સે ૨૦૧૬ માં ચાર ટેસ્ટ રમી હતી. તે એડિલેડમાં ત્રણ દિવસમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં જોડાશે. હેનરીક્સ ટીમમાં બે નવા ચહેરાઓમાંથી એક છે.
ડેવિડ વોર્નરની ઈજાને કારણે વિક્ટોરિયાના બેટ્સમેન માર્કસ હેરિસને ટીમમાં બોલાવવામાં આવ્યો છે. વોર્નરને ભારત સામેની બીજી વનડે મેચમાં ઈજા થઈ હતી. હેનરીક્સે વિલ પુકોવસ્કીને સ્થાને ટીમમાં સ્થાન આપ્યું છે. ભારત-એ અને ઓસ્ટ્રેલિયા એ વચ્ચેની પ્રથમ પ્રેક્ટિસ મેચ દરમિયાન ૨૨ વર્ષીય વિલ પુકોવ્સ્કી કક્ધશનનો શિકાર બન્યો હતો. પ્રેક્ટિસ મેચના ત્રીજા દિવસે કાર્તિક ત્યાગીનું બાઉન્સર પુકોવસ્કીના હેલ્મેટમાં લાગ્યુ હતું.
પુકોવ્સ્કી અને વોર્નર બંને મેલબોર્નમાં રમનારી બોક્સીંગ ડે ટેસ્ટમાં પાછા ફરવાની અપેક્ષા છે, પરંતુ બંને મેચમાં રમી શકે તે અંગે હજુ થોડી શંકા છે. ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા ઘણા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ઘાયલ થયા છે. માર્કસ સ્ટોઇનિસ, ડેવિડ વોર્નર, એશ્ટન એગર, મિચ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, એરોન ફિંચ, મોઇજેસ હેનરીક્સ, વિલ પુકોવ્સ્કી, કેમેરોન ગ્રીન, જેક્સન બર્ડ, હેરી કોનવે, સીન એબોટ, બધાને એક કારણ અથવા બીજા કારણોસર પાછલા મહિનામાં ઇજા થઈ છે.
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ: ટિમ પેન (કેપ્ટન), જો બર્ન્સ, પેટ કમિન્સ, કેમેરૂન ગ્રીન, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મોઇજેસ હેનરીક્સ, માર્નસ લાબુશેન, નાથન લાયન, મિચેલ નેસલ, જેમ્સ પેટિન્સન, વિલ પુકોવ્સ્કી, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપસન, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર.
ભારતીય ટેસ્ટ ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન, ફક્ત પ્રથમ ટેસ્ટ માટે), અિંજક્ય રહાણે (વાઇસ કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, ચેતેશ્ર્વર પૂજારા, હનુમા વિહારી, શુબમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્ર્વિન, મોહમ્મદ સિરાજ.