ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી વનડે શ્રેણીની પ્રથમ મેચ માં જીત ભારતે જીત મેળવી હતી. ભારતીય ટીમે ૨૬૩ રનનો પડકાર ૩૭ મી ઓવરમાં જ પાર કરી લીધો હતો. શિખર ધવને કેપ્ટન તરીકે ડેબ્યૂ મેચમાં જ શાનદાર ૮૬ રનની અણનમ ઇનીંગ રમી હતી. ભારતીય ટીમને આ જીત સાથે જ આઈસીસી વિશ્ર્વકપ સુપર લીગ પોઇન્ટ ટેબલમાં ફાયદો મળ્યો છે. ટીમ ઇન્ડીયાનો સામાવેશ હવે ટોપ ૫ માં થયો છે. જ્યારે બાંગ્લાદેશ બીજા સ્થાન પર મજબૂત સ્થિતીમાં રહૃાુ છે.
ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચે રવિવારે વનડે મેચ રમાઇ હતી. જેમાં બાંગ્લાદેશ એ ૩ વિકેટ થી જીત મેળવી હતી. જે જીત સાથે બાંગ્લાદેશનુ બીજા નંબરનુ સ્થાન વધુ મજબૂત સ્થિતીમાં આવી ચુક્યુ હતુ. આમ રવિવારે બે વન ડે મેચ રમાઇ હતી. જે બંને વન ડે મેચ બાદ પોઇન્ટ ટેબલમાં ફેરફાર સર્જાયા હતા. ભારતીય ટીમે શ્રીલંકા સામે જીત સાથે ૧૦ પોઇન્ટ મેળવ્યા હતા. આ સાથે જ ભારત પાસે હવે ૩૯ પોઇન્ટ થઇ ચુક્યા છે.
વિશ્ર્વકપ સુપર લીગ હેઠળ ભારતે ૭ વન ડે મેચ રમી હતી. જેમાં ૪ મેચ ભારત જીતી ચુક્યુ છે. જ્યારે ૩ મેચમાં ભારતે હાર મેળવી હતી. હાર મળવા પર એક પણ પોઇન્ટ મળતો નથી. જ્યારે જીતના ૧૦ પોઇન્ટ મળતા હોય છે. રદ અથવા ટાઇ થવાની સ્થિતીમાં ૧૦ પોઇન્ટને બંને ટીમો વચ્ચે ૫-૫ પોઇન્ટ મુજબ વહેંચી દેવામાં આવે છે. સ્લો ઓવર રેટને લઇને પણ પોઇન્ટ કાપી લેવામાં આવે છે.
પોઇન્ટ ટેબલમાં સોથી ટોચ પર ઇંગ્લેન્ડની ટીમ છે. તેણે ૧૫ મેચ રમી છે. જેમાંથી ૯ મેચમાં જીત મેળવી છે. આમ ઇંગ્લેન્ડના ખાતામાં ૯૫ પોઇન્ટ છે. ભારત પાંચમાં સ્થાને પહોંચતા અગાઉ ૯ માં સ્થાન પર હતુ. ભારત ને માટે હજુ શ્રીલંકા સામે ૨ વન ડે મેચ રમવાની હોઇ ક્રમાંકમાં આગળ જવા માટે તક છે. શ્રીલંકા સાથે ની શ્રેણીમાં ભારતીય ટીમ ત્રણેય મેચ જીતી લેશે તો, યાદીમાં ત્રીજા સ્થાન પર પહોંચી શકે છે. ભારત થી આગળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા છે.