ભારત વૈશ્ર્વિક ક્ષેત્રે વૈકલ્પિક ઉર્જાનું સૌથી આકર્ષક બજાર છે: મોદૃી

  • વડાપ્રધાનએ એશિયાના સૌથી મોટા સોલર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું
  • આત્મનિર્ભર ભારત માટે વિજળીની આત્મનિર્ભરતા જરૂરી, રીવા સોલાર પ્લાન્ટથી એમપી ઉપરાંત દિલ્હી મેટ્રોને પણ વીજ પુરવઠો મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ શુક્રવારે મધ્યપ્રદૃેશના રિવા સ્થિત સૌથી મોટા સૌર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું છે. આ એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ છે, જેની મોદૃીએ વીડિયો કોન્ફરન્સિંગથી શરૂઆત કરી છે. મોદૃીએ તેમના સંબોધનમાં કહૃાું આજે રીવાએ ઈતિહાસ રચ્યો છે. રીવાનો સોલર પ્લાન્ટ આ સમગ્ર ક્ષેત્રને ઉર્જાનું કેન્દ્ર બનાવશે. તેનાથી એમપીના લોકોને પણ લાભ થશે અને દિલ્હીમાં મેટ્રોને પણ વીજળી મળશે.
વડાપ્રધાન મોદૃીએ કહૃાું હવે રીવાવાળા કહેશે કે દિલ્હીની મેટ્રો અમારું રીવા ચલાવે છે. તેનો લાભ મધ્યપ્રદૃેશના ગરીબ, મધ્યમ વર્ગીય લોકો, ખેડૂતો અને આદિવાસીઓને થશે. આજે ભારત સૌર ઉર્જાના મામલામાં ટોપના દૃેશોમાં સામેલ છે. પીએમએ કહૃાું કે વીજળીની જરૂરિયાતના હિસાબથી સૌર ઉર્જા મહત્વની છે. સરકાર તેને પ્રોત્સાહન આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું કે આત્મનિર્ભરના વિષયમાં ઈકોનોમિ એક જરૂરી પક્ષ છે. વર્ષોથી એ બાબતે મંથન ચાલુ છે કે અર્થવ્યવસ્થાનું વિચારવામાં આવે કે પર્યાવરણનું, જોકે ભારતે બતાવ્યું છે કે બંનેને એક સાથે કરી શકાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું કોરોના સંકટ દરમિયાન ખેડૂતોએ રેકોર્ડ ઉત્પાદન કર્યું છે અને સરકારે તેને ખરીદૃી છે. થોડા સમયમાં મધ્યપ્રદૃેશના ખેડૂતો વીજળી પેદૃા કરવાનો રેકોર્ડ પણ તોડશે. હવે આપણે દૃેશમાં જ સોલર પ્લાન્ટ્સ સાથે જોડાયેલો સામાન પણ બનાવીશું. આત્મનિર્ભર ભારત અંતર્ગત આયાત પરની નિર્ભરતા ઓછી કરવામાં આવશે અને અહીં જ તેનું ઉત્પાદૃન કરવા પર ભાર મૂકાશે. હવે સરકારનો કોઈ પણ વિભાગ જો કોઈ સોલર પ્લાન્ટ સાથે જોડાયેલો સામાન લે છે તો તેઓ મેક ઈન્ડિયાનો જ સામાન ખરીદૃશે.
સંબોધનમાં મોદૃીએ કહૃાું અમારી સરકારના સમયમાં સ્વચ્છ ભારત, એલપીજી આપવું, એલઈડી આપવું, સૌર ઉર્જા સહિત ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. પીએમએ કહૃાું કે છેલ્લા ૬ વર્ષમાં સરકારે ૩૬ કરોડ એલઈડી બલ્બ વહેંચયા છે, ૧ કરોડથી વધુ બલ્બ સ્ટ્રીટ લાઈટમાં લગાવવામાં આવ્યા છે. અમારી સરકારે એલઈડીની કિંમતને દસ ગણ ઘટાડી દૃીધી છે. પીએમએ કહૃાું કે તેનાથી ૬૦૦ અબજ યુનિટ વીજળીની બચત થઈ રહી છે, દર વર્ષે લોકોને વીજળીનું બિલ ઓછું આવી રહૃાું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું ૨૦૧૪ પહેલા સોલર પાવરની કિંમત વધુ હતું, જોકે હવે િંકમત ઘણી ઘટી ગઈ છે. ભારત હવે ક્લીન એનર્જીનું સૌથી શાનદૃાર માર્કેટ બની ગયું છે. આ ક્ષેત્રમાં હવે ભારત મોડલ બની ચૂક્યું છે. હવે એક સામાન્ય માણસના ઘરની છતથી લઈને બગીચા સુધી વીજળીનું સર્જન થઈ રહૃાું છે. તેની સાથે જ અન્નદૃાતાને ઉર્જાદૃાતા બનાવાઈ રહૃાાં છે. જે જમીન પર ખેડૂતોને પાક લેવામાં મુશ્કેલી થતી હતી ત્યાં તેઓ હવે પ્લાન્ટ લગાવી રહૃાાં છે.