ભારતીય ક્રિકેટ ટીમના શ્રીલંકા પ્રવાસમાં એક પછી એક ફેરફારો જોવા મળી રહૃાા છે. શ્રીલંકાની ટીમના બે સભ્યો ઇંગ્લેંડથી પાછા ફર્યા હતા અને તે બંને કોરોના સંક્રમિત થતા ભારત અને શ્રીલંકા વચ્ચે ૧૩ જુલાઇથી શરૂ થયેલી શ્રેણીને ૧૮ જુલાઈ સુધી લંબાવી દૃેવામાં આવી હતી. હવે વનડે અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચનો સમય પણ બદૃલાયો છે.ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણીના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. હવે યજમાન દૃેશના બોર્ડે પણ એક નવો સમય જાહેર કર્યો છે.
શ્રીલંકા ક્રિકેટએ જાહેરાત કરી, ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણીમાં મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે બંને ટીમો વચ્ચેની વનડે મેચ બપોરે ૨:૩૦ ની જગ્યાએ બપોરે ૩ વાગ્યે શરૂ થશે. આ સાથે જ ત્રણ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચો રાત્રે ૮ વાગ્યાથી શરૂ થશે, જે શેડ્યૂલ મુજબ સાંજે ૭ વાગ્યાથી શરૂ થવાની હતી.
શ્રીલંકા ક્રિકેટ ટીમના બેિંટગ કોચ ગ્રાન્ટ લાવર અને ડેટા એનાલિસ્ટ જીટી નિરોશન કોવિડ -૧૯ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બોર્ડને આ બંનેના અઈસોલેશન માટે વધુ સમયની જરૂર છે. આ કારણે કાર્યક્રમમાં મોડું થઈ રહૃાું છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે શ્રેણી ૧૮ જુલાઈથી શરૂ થશે. ત્રણ મેચની વનડે સિરીઝ બાદૃ બંને ટીમો વચ્ચે ત્રણ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણી રમાશે. આ શ્રેણીની તમામ મેચ કોલંબોના આર પ્રેમદૃાસ સ્ટેડિયમ ખાતે રમાશે.
ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા બે અઠવાડિયાથી શ્રીલંકામાં ૨૦ સભ્યો સાથે પ્રેક્ટિસ કરી રહી છે. બીજી તરફ, શ્રીલંકાના ક્રિકેટરોને પ્રેક્ટિસ કરવાની તક નહીં મળે. આ ટૂરની બધી મેચ સોની સિક્સ, સોની ટેન-૩ અને દૃૂરદૃર્શન પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. ચાહકો તેની લાઇવ સ્ટ્રીિંમગને સોની લિવ પર જોઈ શકશે.