અમરેલી,
આવતી કાલે તા.19 ના ગુરૂવારે અમરેલી શહેરના બે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા માટે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી વિભાગના કેબીનેટ મંત્રીશ્રી પરશોતમ રૂપાલા કાલે અમરેલીમાં આવી રહયા છે સવારે 11 કલાકે એસટી ડેપો પાસે વિશ્ર્વાસ જવેલર્સનાં ઉદઘાટન અને ત્યાર બાદ બપોરે 12 કલાકે ચિતલ રોડ ઉપર નેત્ર ચિકિત્સા ટ્રસ્ટની મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના નવા બિલ્ડીંગ, વિશ્ર્વાસ જવેલર્સનાં શો રૂમનું ઉદઘાટન કરશે.