ભારત સરકારનાં કેબીનેટ મંત્રીશ્રી રૂપાલા આજે અમરેલીમાં

અમરેલી,
વતનના રતન અને ભારત સરકારના કેબીનેટ મંત્રી શ્રી રૂપાલાની ઉપસ્થિતીમાં લીલીયા તેમજ સાવરકુંડલા સહિત ભરચક્ક કાર્યક્રમો યોજાનાર છે તે માટે શ્રી પરશોતમભાઇ રૂપાલા આજે સુરતથી બપોરે હવાઇ માર્ગે અમરેલી આવી પહોંચશે અમરેલી આવ્યા બાદ લીલીયા ખાતે શ્રી ઉમીયા માતાજી મંદિરના રજન જયંતી મહોત્સવ પુર્વે યોજાનાર અમરેલી વિસ્તારનાં 52 ગામના મહા સંમેલનમાં પણ ઉપસ્થિત રહી શ્રી રૂપાલા સંબોધન કરશે. બપોરનાં 3 વાગ્યે સાવરકુંડલા ખાતે બાયપાસ રોડનું લોકાર્પણ કરનાર છે અત્રે ઉલ્લેખનીય છે કે સાવરકુંડલામાં બાયપાસ રોડનો 33 વર્ષ જુનો પ્રશ્ર્ન હતો ટ્રાફીકની સમસ્યા સજતો આ રોડ મુશ્કેલી રૂપ હતો ત્યાં બાયપાસ રોડનું નિર્માણ થતા 33 વર્ષ જુના ટ્રાફીકનો પ્રશ્ર્ન હલ થનાર છે. તે મહત્વના ગણાતા બાયપાસ રોડનું શ્રી પરશોતમભાઇ રૂપાલા વિધીવત રીતે લોકાર્પણ કરનાર છે. શ્રી રૂપાલાના કાર્યક્રમોમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો, વેપારીઓ તથા ભાજપ આગેવાનો અને કાર્યકરો પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવશે