ભારત સરકાર દ્વારા ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી આપી દૃેવામાં આવી

નવી નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને મોદી સરકારની મંજૂરી

નોકરીની રાહ જોઈને બેઠેલાં લોકો માટે છે સારા સમાચાર. ભારત સરકાર દ્વારા ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી આપી દૃેવામાં આવી છે. જેને કારણે લાખો લોકોને નોકરીઓની તક મળશે. PM મોદીના નેતૃત્વમાં ૪ જાન્યુઆરીના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સાથે તેમણે માહિતી આપી હતી કે ભારત ગ્રીન હાઇડ્રોજનનું વૈશ્ર્વિક હબ બનશે. દર વર્ષે ૫૦ લાખ ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન થશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ૬૦-૧૦૦ ગીગાવોટની ક્ષમતાનું ઈલેક્ટ્રોલાઈઝર તૈયાર કરવામાં આવશે. ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદન અને ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન પર ૧૭,૪૯૦ કરોડની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. ગ્રીન હાઈડ્રોજનનું હબ વિકસાવવા માટે ૪૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહૃાું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન માટે આજે ૧૯,૭૪૪ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ મિશનથી ૮ લાખ કરોડ રૂપિયાનું સીધું રોકાણ થશે અને તેના દ્વારા ૬ લાખ નોકરીઓ આપવામાં આવશે. આ સિવાય તેમણે કહૃાું કે હિમાચલ પ્રદૃેશ માટે ૩૮૨ મેગાવોટ સુન્ની ડેમ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. ૨,૬૧૪ કરોડનો ખર્ચ થશે. તે સતલજ નદી પર બનાવવામાં આવશે.