ભારત સામેની ત્રીજી ટેસ્ટમાંથી પણ બહાર થઈ શકે છે ડેવિડ વોર્નર

ભારત અને યજમાન ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. શ્રેણીનો બીજો મુકાબલો મેલબોર્નમાં ચાલી રહૃાો છે. આ બંન્ને મેચમાં કાંગારૂ ઓપનર ડેવિડ વોર્નર રમી શક્યો નથી. વોર્નર ગ્રોઇન ઇંજરીથી પરેશાન છે અને તેણે ત્રીજી મેચમાં પણ બહાર રહેવું પડી શકે છે. આ ગંભીર ઈજામાંથી વોર્નર હજુ સંપૂર્ણ પણે રિકવર થઈ શક્યો નથી. ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે રવિવારે ખુલાસો કર્યો છે કે વોર્નર આગામી મેચની તૈયારીના ભાગ રૂપે નેટ્સમાં બેટિંગ કરી રહૃાો છે, પરંતુ બીજી વનડે દરમિયાન થયેલી ઈજાને કારણે તે હજુ દોડવામાં સક્ષમ લાગી રહૃાો નથી.

ઓસ્ટ્રેલિયાને પ્રથમ બે ટેસ્ટ મેચમાં સારી શરૂઆત મળી નહીં. તેવામાં મેનેજમેન્ટને વોર્નર પાસે આશા છે, પરંતુ તે હજુ સંપૂર્ણ ફિટ નથી. ચેનલ ૭ પર વાત કરતા ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે કહૃાુ, કોઈ વધુ પ્રોફેશનલ નથી અને તે દરેક સંભવ પ્રયાસ કરી રહૃાો છે. અમે તેને મેચના એક દિવસ પહેલા બેટિંગ કરતો જોયો. તે આજે બપોરે ફરી એમસીજીમાં બેટિંગ કરી રહૃાો છે, તેથી તે પોતાની બેટિંગના મામલામાં પ્રયાસ કરી રહૃાો છે.

તેને હજુ પણ થોડી મુશ્કેલી થઈ રહી છે. કોચે આગળ કહૃાું, ’વિકેટો વચ્ચે તેનું દોડવુ, દરેક સમયે તેની મૂવમેન્ટ, તેથી તે નજીક આવી રહૃાો છે અને અમે આશા કરીએ કે તે જલદી રિકવર થઈ જશે. આગામી ટેસ્ટ મેચ માટે હજુ થોડા દિવસની વાર છે.’ વોર્નરની ગેરહાજરીમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા જો બર્ન્સને તક આપવામાં આવી છે. બર્ન્સે પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી, પણ બોક્સિગં ડે ટેસ્ટમાં તે લોપ રહૃાો હતો.